WatchGujarat. હર્બલ અને આયુર્વેદ ક્ષેત્રે અગ્રણી એવી વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડે કોવિડ-19 મહામારી સામે ઝઝૂમતા તેના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને મદદ પૂરી પાડવા માટે અનેક પહેલ આદરી છે. કંપનીએ સ્પેશિયલ પેઈડ લીવ, મેડિકલ ટેસ્ટનો ખર્ચ પૂરો પાડવા, નાણાંકીય મદદ, જરૂરિયાતમંદ કર્મચારીઓને ટેસ્ટિંગ અને હોસ્પિટલાઈઝેશન વગેરે જેવા અનેક પગલાં લીધા છે. કંપની દરેક કર્મચારીઓને રસી લેવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે.

તબીબી વીમા ઉપરાંત કંપનીએ જે કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઈન હોય અને મેડિક્લેઈમમાં પોતાના ખર્ચા રજૂ ન કરી શકતા હોય તેમના માટે બ્લડ ટેસ્ટ, આરટીપીસીઆર, એચઆરસીટી ટેસ્ટના ખર્ચ ભરપાઈ કરવા માટે એક પોલીસી પણ બનાવી છે. કંપનીએ કર્મચારીઓની હાલની માંદગીની રજા ઉપરાંત આ બીમારીથી સાજા થવા માટે જરૂરી વધારાની પેઈડ લીવની નીતિ પણ બનાવી છે. વાસુ હેલ્થકેરના તમામ કર્મચારીઓને તબીબી વીમા હેઠળ આવરી લેવાયા છે.

કોવિડ સંદર્ભે લેવાયેલી પહેલ અંગે વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી સાગર પટેલે જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ કંપનીના પાયાના મજબૂત આધાર અને ખૂબ જ મહત્વની અસ્ક્યામતો છે. અમે નસીબદાર છીએ કે સાવચેતી માટે સતત અગમચેતીના પગલાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની પહેલના લીધે કર્મચારીઓમાં કોવિડના ખૂબ ઓછા કિસ્સા જોવા મળ્યા છે. કંપની આ મુશ્કેલીભર્યા સમયમાં તેના કર્મચારીઓને મદદ પૂરી પાડવા તમામ જરૂરી પગલાં લઈ રહી છે. કામના સ્થળે દરરોજ સેનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, કર્મચારીઓને પીપીઈ કિટ સહિત સુરક્ષાને લગતા તમામ જરૂરી અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. અમે તમામ કર્મચારીઓને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરીએ છીએ અને વેક્સિન માટે ટોકન તથા તારીખ લેવા માટે હોસ્પિટલ્સ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન સાધવા થકી તેમને સતત મદદ પૂરી પાડી રહ્યા છીએ.

આયુર્વેદના સિદ્ધાંતોના આધારે કંપની માને છે કે આ બીમારી સામે લડવામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ મોટો ભાગ ભજવે છે. ગયા વર્ષે કોવિડ બીમારી ફેલાઈ ત્યારથી કંપની દરરોજ તેના તમામ કર્મચારીઓમાં ગિલોય ઘનવટી, સુદર્શન ઘનવટી અને વિટામીન સી ટેબ્લેટ્સનું વિતરણ કરી રહી છે જેથી તેમનું આરોગ્ય જળવાય અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. આ પહેલને આગળ ધપાવતાં કંપની તેના કર્મચારીઓને અડધી કિંમતે તેની આયુર્વેદિક દવાઓ પણ ઓફર કરી રહી છે જે સારા આરોગ્યની જાળવણીમાં ઉપયોગી છે.

આ ઉપરાંત કંપનીએ જરૂરિયાતમંદ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે ઘરેબેઠાં બ્લડ સેમ્પલ કલેક્શન અને આરટીપીસીઆર માટે લેબોરેટરીઝ સાથે સંકલન સાધ્યું છે. જે કર્મચારીને પલ્સ ઓક્સિમીટર અને થર્મોમીટરની જરૂર હોય કંપનીમાંથી ઉછીના લઈને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરીને બાદમાં કંપનીને પાછા આપી શકે છે. આ રીતે કર્મચારીઓ આ સંસાધનો ખરીદવા પાછળનો વધારાનો ખર્ચ બચાવી શકે છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

1980માં સ્થપાયેલી વાસુ હેલ્થકેર આયુર્વેદિક થેરાપ્યુટિક ફોર્મ્યુલેશન્સ, હર્બલ કોસ્મેટિક અને પર્સનલ કેર, હર્બલ અને ન્યૂટ્રીશનલ સપ્લીમેન્ટ્સ સહિતની પ્રોડ્ક્ટ્સનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. કંપની ભારતમાં આયુર્વેદ પ્રિસ્ક્રીપ્શન માર્કેટમાં ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની ભારતમાં 500થી વધુ કર્મચારીઓ ધરાવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud