• દુકાન તોડાવી નાંખવાની ધમકી આપી ‘આગળના પાંચ વર્ષ મારાં જ છે, તારી જેવી હલકી જાતિઓ વાળાને તો હું અડું પણ નહીં’ એમ કહ્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ
  • એટ્રોસિટીના કાયદા હેઠળ ફરિયાદ કરવા બાબત અક્ષય વાળાની પોલીસ વિભાગને અરજ.
  • ‘રાજકીય દ્વેષથી મારી સામે ખોટી અરજી કરાઈ છે’ વોર્ડ નં. 10 કાઉન્સિલર નિતિન ડોંગા
(કોર્પોરેટર નિતિન ડોંગા તેમજ ઇન્સર્ટમાં અરજદાર)

Watch Gujarat. તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નં. 10માંથી વિજેતા બનેલા ભાજપાના કાઉન્સિલર નિતિન ડોંગાએ જાતિ બાબત ઉચ્ચારણ કરવા સાથે ધમકી આપી હોવાના આક્ષેપ સાથે અક્ષય વાળા નામના શખ્સે પોલીસમાં અરજી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચુંટણી જીતીને આવ્યા બાદ નિતિન ડોંગાએ ‘તુ એ મારી વિરુદ્ધ કેમ વોટ કરાયા’ એમ કહીને ધમકી આપ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે.

ગોત્રી રોડ પર કંચનલાલના ભઠ્ઠામાં રહેતાં અને ટ્રેડર્સનો ધંધો કરતાં અક્ષય નગીનભાઈ વાળાએ ગોત્રી પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે વોર્ડ નં. 10ના ઉમેદવારો તેમનો સંપર્ક કરતાં હતાં. જેમાં તેમના ઘરની નજીક રહેતાં ભાજપી ઉમેદવાર નિતિન ડોંગા રૂબરૂમાં તેમજ ફોન પર વાતચિત કરતાં હતાં. જોકે, ચૂંટણીમાં અક્ષયના અન્ય મિત્ર ઉભા હોઈ તેણે તેના માટે પ્રચાર કર્યો હતો.

એવો આક્ષેપ કરાયો છે કે, મત ગણતરી બાદ વોર્ડ નં. 10ની બેઠક પરથી જીતી ગયેલા નિતિન ડોંગાએ અક્ષયનાં ઘર પાસે મળીને કહ્યું હતું કે, તુ એ મારી વિરુદ્ધ કેમ વોટ કરાયા, તું જો હવે હું શું કરું છું. કાલે જ તારી દુકાન તોડાવી નાખુ છું. તારા જેવા હલકી જાતિઓ વાળા કેવા હોય છે તે મને સારી રીતે ખબર છે. તમારા જેવા હલકી જાતિઓના વોટની જરૂર પણ નથી. આગળના પાંચ વર્ષ મારાં જ છે. તારા જેવી હલકી જાતિઓ વાળાને તો હું અડું પણ નહિં.

ઉપરોક્ત અરજી અક્ષયે ગોત્રી પોલીસને સુપરત કરી, એટ્રોસિટીના કાયદા હેઠળ ફરિયાદ કરવા માંગણી કરી છે. પોલીસ સૂત્રો અનુસાર, આ મામલે તપાસ કરવામાં આવશે, આક્ષેપોમાં કોઈ તથ્ય પ્રાપ્ત થશે તો ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.

ભાજપી કાઉન્સિલર નિતિન ડોંગાએ WatchGujarat.com સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, રાજકીય દ્વેષથી ખોટી અરજી કરવામાં આવી છે. હું એ વ્યક્તિને મળ્યો જ નથી, મેં એને ઘણાં સમયથી જોયો પણ નથી. મેં એનો ફોન પણ કર્યા નથી. પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે જ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud