જે.પી પોલીસ સ્ટેશન ખાતે ટુંક સમય પહેલા ચાર લોકો સામે ગુનો નોંધાયો હતો.
પોલીસ તપાસ દરમિયાન બનાવટી કોરોના રિપોર્ટ બનાવ્યાં હોવાનો વધુ એક ગુનો તાજેતરમાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો
એજન્ટ પ્રવિણની સાંઠગાંઠથી કેર હોસ્પિટલનો એડમિનીસ્ટ્રેટર દિપક તિવારી બોગસ કોરોના રિપોર્ટ બનાવતો હતો
ગોરવાની કેર હોસ્પિટલના એડમિન્સટ્રેટરની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી
WatchGujarat. કોરોના કાળમાં અવસર શોધી ઇન્શ્યોરન્સ ક્લેમ પકવવાનુ કૌભાંડ ટુંક સમય પહેલા બહાર આવ્યું હતું. જે મામલે જેપી પોલીસ સ્ટેશન ખાતે સૌપ્રથમ બાલાજી હોસ્પિટલના સંચાલક, દ્વારકેશ લેબના સંચાલક, એચડીએફસી એર્ગો ઇન્શ્યોરન્સા એજન્ટ અને મિતેષ પ્રજાપતિ સામે ગુનો નોંધાયો હતો. જો કે આ મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન ટોળકી દ્વારા વધુ એક બનાવટી કોરોના રિપોર્ટ બનાવ્યો હોવાનું સામે આવતા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી ગોરવાની કેર હોસ્પિટલના ભેજાબાજ એડમિનીસ્ટ્રેટર દિપક તિવારીની પુછપરછ હાથ ધરી હતી. #Vadodara
શહેરના જેતલપુર રોડ પર આવેલા ન્યૂબર્ગ લેબોરેટરી ખાતે ગત તા. 8 જાન્યુઆરીના રોજ એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ મેડિક્લેમ (HDFC ERGO HEALTH MEDICLAIM) કંપનીમાંથી કોવિડ-19 (Covid-19) ત્રણ રિપોર્ટ ચકાસણી માટે આવ્યાં હતા. જેની તપાસ કરતા મિતેશકુમાર પ્રજાપતિ અને તેમના પત્ની જ્યોતિબહેનનો રિપોર્ટ નેગેટીવ હોવાનુ જાણવા મળ્યું હતુ. જોકે ચકાસણી માટે આવેલા રિપોર્ટ જોતા તેમા છેડાછેડ કરી નેગેટીવ રિપોર્ટને પોઝિટીવ બનાવવામાં આવ્યુ માલુમ પડ્યું હતુ. #Vadodara
ગત તા. 8 જાન્યુઆરીના રોજ જે.પી પોલીસ સ્ટેશન ખાતે કોવિડ-19ના બનાવટી રિપોર્ટના આધારે ઇન્શ્યોરન્સ પકવવા અંગેની ફરીયાદ નોંધાઇ હતી. જે ફરીયાદના આધારે પોલીસ તપાસ કરતા મીતેશકુમાર પ્રજાપિત, બાલાજી હોસ્પિટલના સંચાલક ડો. અનિલ પટેલ, દ્વારકેશ લેબોરેટરીના સંચાલક રિપલ મિશ્રા અને વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મુખ્યસૂત્રધાર મીતેશકુમારની પુછપરછ કરતા ઉપરોક્ત બનાવ અંગેની તમામ હકિકત બહાર આવી હતી. #Vadodara
જેમાં એચ.ડી.એફ.સી એર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે કામ કરતા પ્રવિણકુમાર પરમાર પાસે મીતેશ પ્રજાપતિએ કોવિડ-19નો ઇન્શ્યોરન્સ કઢાવ્યો હતો. ઇન્શ્યોરન્સના રૂપિયા મેળવવા માટે ટોળકીએ બાલાજી હોસ્પિટલ અને દ્વારકેશ લેબોરેટરીના સંચાલકની મદદથી ખોટા અને બનાવટી રિપોર્ટ તૈયાર કરી મીતેશ અને તેની પત્નીના કોરોના રિપોર્ટ નેગેટીવ હોવા છતાં પોઝિટીવ બનાવી મેડિક્લેમ પાસ કરાવવા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. દંપત્તિએ વડોદરામાં એક પણ દિવસ આવ્યા વગર અને સારવાર લીધા વગર બાલાજી હોસ્પિટલમાં સારવાર લીધાના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા.
આ મામલે બનાવની તપાસ કરી રહેલા જેપી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી ગોસાંઇએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, ઉપરોક્ત બંન્ને ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની પુછપરછ કરતા ગોરવા વિસ્તારમાં આવેલી કેર હોસ્પિટલમાં એડમિનીસ્ટ્રેટર તરીકે કામ કરતા દિપક તિવારીની સંડોવણી બહાર આવી હતી. દિપક અને HDFC ERGO HEALTH MEDICLAIM કંપનીના એજન્ટ કરીકે કામ કરતા પ્રવિણ પરમારની સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું હતું. જેમાં એજન્ટ પ્રવિણના કહેવાથી દિપક તિવારી દ્વારા કોરોનાના નેગેટીવ રિપોર્ટમાં 'I LOVE PDF' એપ્લીકેશન થકી એડીટીંગ કરી બનાવટી પોઝીટીવ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો. બનાવટી ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે એજન્ટ પ્રવિણ, એડમિનીસ્ટ્રેટર દિપકને પ્રતિ રિપોર્ટ રૂ. 10 હજાર નક્કી કર્યા હતા.#Vadodara
જો કે, તપાસમાં આવનારા સમયમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે.
More #Bogus #corona #report #scam #care #hospital #administrator #making #report #application #Vadodara news