WatchGujarat. પંખીનાં કલરવ સાંભળવા સરવા કરેલાં કાન છે! રાતનો પગરવ ને વ્હેલી પ્હોરનો ઉજાસ…! આ બધું કુદરતની દેન છે. ગયાં વરસે કો’ક ગામમાંથી અમૂક કિલોમીટર દૂર આવેલો પર્વત પહેલીવાર જેતે ગામવાસીઓએ શુધ્ધ વાતાવરણમાં નરી આંખે જોયો તો વિસ્મય થયું!! ના સમાચાર ફોટા સાથે જોયાં હતાં !! કેમ?પોલ્યુશન વગરનું સ્વચ્છ વાતાવરણ. કુદરતને કુદરતી રીતે માણવાનો આનંદ .ઘરતીએ ધડીક પોરો ખાધો હતો. માત્ર માણસ જ નહીં પરંતું લોકડાઉન નિમિત્તે આખી સૃષ્ટિ થાળે પડી. નવપલ્લિત થયેલી સૃષ્ટિમાં આપણને સાંપડ્યો Home Work નહીં પણ Home Playનો સમય.

ગયાં Lockdown માં side effect નહીં પણ હતી Right Effect!! વ્યસનિઓનાં વ્યસન છૂટ્યાં..ઘરમાં રહી ઘરગથ્થુ અને ઘરરખ્ખુઓનો મહિમા જાણ્યો. થાળી વગાડીને ઉમંગોનાં ઢંઢેરા પીટ્યાં વગેરે વગેરેમાં હવે પછીની ચિેતાઓ ગાળી..! આનાં વગર તેનાં વગર કે પછી કોઇના વગર કશું અટક્યું? અરે,સૌ પોત પોતાની રીતે થયું ને જે થયું એને સહર્ષ સ્વિકાર્યું !!

રોજ સવારી માટે ચાબૂક પડતી અટકી. પ્રાણીઓ પર થતી ક્રુરતામાં ફેર પડ્યો. આ વખતે A+વાતે મેળવ્યાનો મહિમા આજકાલ જ્યાં જુઓ ત્યાં ગુમાવ્યાનો રંજ છે. અફરાતફરીનો માહોલ અને દહેશતની વચમાં માનવતાના મૂલ્યોનું જતન પણ થયું છે. ક્યાંક ઘર તૂટ્યાં છે તો ક્યાંક સદાવ્રતની ધૂણીઓ પણ ધખી છે. એકંદરે સમયે ફરીવાર પોતે બળવાન છે એ સાબિત કર્યું છે એ સમયે આપણે ક્યાં અટકવાનું છે એ પણ સાનમાં કહ્યું છે. સમજદારોને ઇશારો મળ્યો છે ઘરમાં રહીને જાતને વ્હાલી કરીને રહેવામાં મજા છે.

 

A+વાતે અમૂક સત્યોને તથ્યોની એવીય વાત ઉમેરવાનું મન થાય કે કોરોનાની પ્રથમ લહેરમાં દાક્તરો પાસે પણ હાથ પર મર્યાદિત સાધનો હતાં સારસંભાળ માત્ર તમારી નિયમિતતાને આધારિત હતી. જેમ જેમ દિવસો વધતાં ગયાં તેમ તેમ અન્ય દવાઓની કનડગતને કિમિયાઓ વધ્યા. મૃત્યુ દર વધવાનું કારણ હતું. મોતનો ડર અને માનસિક નબળાઇ. એટલું જ નહીં લોકોનું માણસ હતાશા તરફ ધકેલાતાં આ રોગ શારીરિક કરતાં વધુ માનસિક વધુ થવા લાગ્યો. અંદરની ચિંતાઓને મરી જવાના ડરના કારણે મનોબળ તૂટ્યું. મૃત્યુ આંક વધ્યો છેલ્લા મનોચિકિત્સક પરિણામોને આધારે મોટાભાગના મૃત્યુનું કારણ કોરોના નહીં પણ, હ્રદયરોગનો હુમલો હતું. જે પછી કેટલાંક દાકતરોએ સ્વિકાર્યું !!

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

માનસિક સ્વસ્થતા જાળવવાનો એક માત્ર કિમિયો રહ્યો છે એ આભારવિધિ. આપણે જો ગુગલમાં અમિરી ટાઇપ કરશું તો પૈસાનો વરસાદ વરસતો હોય એવાં દ્વશ્યો આવશે ને ગરીબી લખશું તો ભૂખમરોને હાલાકીનાં. આપણું મગજ પણ આપણને આવતાં વિચારોધીન જ વર્તે છે. હું સાજો છું. મને કશું થયું નથી. મારો રિપોર્ટ નોર્મલ છે. મને બધું મટી જશે વિચારતા જ શરીરમાં ફેરફારો થવાની શરૂઆત થઇ જાય છે. માઇન્ડ ગેમ છે All Is Well. વિચારો સ્વસ્થ રહો. મસ્ત રહો. વ્યસ્ત રહો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud