• મહામારીના કપરા કાળમાં કોરોનાની સારવાર દરમિયાન ટોસીલીઝુમેબ, રેમડેસિવિર, ઓક્સિજન, સહિતની માંગમાં ઉછાળો નોંધાયો
  • કોરોના સામે અસરકારક સારવાર માટે સ્વિડનની રોચ કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે વિશેષ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન લોન્ચ કરાયા
  • વડોદરામાં આજથી એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન casirivimab અને imdevimab નું વેચાણ શરૂ
  • પ્રથમ દિવસે શહેરની ચાર ખાનગી હોસ્પિટલોમાં માંગ મુજબ 11 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા – અલ્પેશ પટેલ

Watchgujarat. કોરોનાની સારવારમાં અક્સીર મનાતા એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન casirivimab અને imdevimab ઇન્જેક્શન ગુરૂવારે વડોદરા આવી પહોંચ્યા છે. એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન આવતાની સાથે ચાર ખાનગી હોસ્પિટલમાં 11 ડોઝ માંગ પ્રમાણે મોકલી આપવામાં આવ્યા હતા.

અલ્પેશ પટેલ

મહામારીના કપરા કાળમાં કોરોનાની સારવાર દરમિયાન ટોસીલીઝુમેબ, રેમડેસિવિર, ઓક્સિજન, મ્યુકરમાયકોસીસના ઇન્જેક્શન સહિતની દવાઓ અને ઇન્જેક્શનની માંગમાં ઉછાળો થયો હતો. કોરોનાની પ્રથમ વેવમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારમાં સારૂ પરિણામ મળતા ટોસીલીઝુમેબ ઇન્જેક્શનની માંગમાં ભારે ઉછાળો આવ્યો હતો. જ્યારે કોરોનાની બીજી વેવમાં ટોલીસીઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શન અને મ્યુકર માયકોસીસ ઇન્જેક્શનની ભારે ખેંચ જોવા મળી હતી. હવે રાજ્યમાં કોરોનાનું જોર થોડુંક ઓછું પડ્યું હોવાનું આંકડા પરથી અંદાજો લગાડી શકાય છે ત્યારે સ્વિડનની રોચ કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે વિશેષ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન casirivimab અને imdevimab નું આજથી શહેરમાં વેચાણ થયું છે.

એન્ટીબોડી કોકટેલ અંગે વધુ માહિતી આપતા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના પ્રમુખ અલ્પેશ પટેલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ટોસીલીઝુમેબ ઇન્જેક્શન બનાવતી કંપનીએ કોરોના સામે લડવા માટે એન્ટીબોડી કોકટેલ બનાવીને casirivimab અને imdevimab ઇન્જેક્શન લોંચ કર્યા હતા. આજથી વડોદરામાં આ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન મળવાની શરૂઆત થઇ ગઇ છે. કહેવાય છે કે, દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરીકાના પુર્વ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયો હતો તે સમયે આ એન્ટીબોડી કોકટેલના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

અલ્પેશ પટેલે વધુમાં જણાવ્યું કે, એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શનના બે ડોઝ દર્દીને આપવાના હોય છે. બે ડોઝની કિંમત રૂ. 1,19,500 લાખ જેટલી થવા પામે છે. આજથી વડોદરામાં એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન મળવાનું શરૂ થયાના પહેલા જ દિવસે ચાર ખાનગી હોસ્પિટલમાં ડોઝ માંગ પ્રમાણે પહોંચાડી દેવામાં આવ્યા છે. જે દર્દીને ઇન્જેક્શન મુક્યું છે તેની હાલતમાં એક જ દિવસમાં સુધારો થયો હોવાની પ્રાથમિક વિગતો હાલ પ્રાપ્ત થઇ શકી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અલ્પેશ પટેલે વધુમાં જણાવ્યું કે, સ્વિડનની રોચ કંપની દ્વારા ઇન્જેક્શન બનાવવામાં આવ્યા છે. અને ભારતમાં સિપ્લા કંપની દ્વારા તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. casirivimab અને imdevimab અનેક એન્ટીબોડીને ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. અમેરીકાના પુર્વ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શરીરમાં એન્ટીબોડી કોકટેલ દ્વારા કોરોના વાયરસ ન્યુટ્રલ થાય તો તેની આસરકારતાનો અંદાજો લગાડી શકાય છે. આગામી દિવસમાં એન્ટીબોડી કોકટેલના પરિણામો અંગે વધુ સ્પષ્ટતા થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud