• ગત 19 માર્ચે કોરોના પોઝિટીવ આવેલાં બાળકની તપાસ માટે 27મીએ કોર્પોરેશનની ટીમ પહોંચી.
  • કોર્પોરેશન તંત્રની બેદરકારીને કારણે મારા દિકરાંને કોરોના પોઝિટીવ આવ્યો – મુકેશ નાયક
  • રોજ 700 થી 1000 કેસ આવી રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા સાચા આંકડા છુપાવવામાં આવતાં હોવાનો મુકેશ નાયકનો આક્ષેપ.

Watch Gujarat. વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના કાળમાં પણ પોતાની નિયત મતી – રીતીથી કામ કરી રહ્યાં હોવાનો પુરાવો આજે સામે આવ્યો છે. શિયાબાગ વિસ્તારમાં રહેતું બાળક તા. 19 માર્ચે કોરોના પોઝિટીવ આવ્યું હતું. અને ત્યારબાદ તે સ્વસ્થ્ય થઈ ગયો ત્યારે આજરોજ તા. 27 માર્ચે કોર્પોરેશનની આરોગ્યની ટીમ તેની તપાસ કરવા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા બાળકના પિતાએ કોર્પોરેશનની ટીમનો ઉધડો લઈ નાંખ્યો હતો.

મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલા અને સામાજીક કાર્યકર મુકેશ નાયકે Watch Gujarat ને જણાવ્યું હતું કે, કોર્પોરેશન તંત્ર દ્વારા કોરોના પોઝિટીવ દર્દીના મકાનની બહાર સ્ટિકર ચોંટાડવાનું બંધ કરી દીધું હોવાથી તેમજ કોરોના પોઝિટીવ દર્દીની ઓળખ સંતાડવાનો ખેલ શરૂ કર્યો હોવાથી અન્ય લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. અમારા એપાર્ટમેન્ટના એક ઘરમાં રહેતાં શખ્સને કોરોના પોઝિટીવ હતો. આ અંગે આડોશી પાડોશીઓને ખબર નહોતી અને પરિણામે મારો પુત્ર સમર્થ કોરોના પોઝિટીવ થયો હતો. અને બાદમાં મારો આખો પરિવાર કોરોનાના સકંજામાં સપડાઈ ગયો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તેણે વધુમાં જણાવ્યું કે, તા. 19 માર્ચે સમર્થનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો અને ત્યારબાદ સારવારને પગલે તે સ્વસ્થ થઈ ગયો. જોકે, આટલાં દિવસો સુધી કોર્પોરેશનમાંથી કોઈ અમારા ઘરે ફરક્યું નહોતું. આજે કોર્પોરેશનની એક ટીમ સમર્થને શોધતી અમારા ઘરે આવી હતી અને કેટલાંક કાગળો પર મારી પાસે સહી કરવા જણાવ્યું હતું. જેને પગલે મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી.

મુકેશ નાયકે જણાવ્યું હતું કે, હું છેલ્લાં 25 વર્ષોથી મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને હાલની સ્થિતિમાં મારી જાણકારી મુજબ વડોદરામાં રોજ 700 થી 1000 દર્દીઓ કોરોના પોઝિટીવ આવે છે. જોકે, તંત્ર દ્વારા સાચા આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. આંકડાની રમતને કારણે જ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જો સરકાર દ્વારા સાચા આંકડા જાહેર કરવામાં આવે તો, લોકો જરૂર કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતાં થાય.

મારી સરકારને વિનંતી છે કે, કોરોના પોઝિટીવનો સાચો આંકડો જાહેર કરવામાં આવે અને કોરોના પોઝિટીવ દર્દી વિશેની જાણકારી આડોશ પાડોશના લોકોને મળે તેવી સ્ટિકર લગાડવાની કાર્યવાહી ફરી શરું કરવામાં આવે એમ મુકેશ નાયકે ઉમેર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud