• જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂની હેરાફેરીના ગુનમાં કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની ટ્રાન્સફર વોરંટ થકી સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી
  • બુટલેગરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા પાદરા પ્રાથમિક કેન્દ્રમાં તા.17 મેથી સારવાર માટે દાખલ કરાયો
  • બુટલેગરને તક મળતા બેડની ચાદરની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી નીચે ઉતરી ફરાર થઇ ગયો

Watchgujarat. પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેર સેન્ટમાં સારવાર લઇ રહેલ કુખ્યાત બુટલેગર વહેલી સવારે ફરાર થઇ જતા જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બુટલેગરે ચાદર ફાડી તેની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસનો બંદોબસ્ત છતાં કુખ્યાત બુટલેગર ફરાર થવામાં સફળ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. ફરાર બુટલેગરને ઝડપી પાડવા જિલ્લા પોલીસે અલગ-અલગ ટીમો કામે લગાડી છે.

ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂની હેરાફેરીના ગુનમાં કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની ટ્રાન્સફર વોરંટ થકી સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી. અને તેને વડુ પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન બુટલેગરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા પાદરા પ્રાથમિક કેન્દ્રમાં તા.17 મેથી સારવાર લઇ રહ્યો હતો.

કોરોનાની ચાલુ સારવાર દરમિયાન બુટલેગરને તક મળતા જાપ્તાની પોલીસને ચકમો આપી ચાદરની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી ફરાર થઇ ગયો હતો. બુટલેગર કોવિડ સેન્ટરમાંથી ફરાર થઇ ગયો હોવાની જાણ જિલ્લા પોલીસને થતાં તેને ઝડપી પાડવા પોલીસ તંત્રએ દોડધામ કરી મૂકી હતી. જોકે, બુટલેગરના કોઇ ભાળ મેળવી શકાઇ ન હતી.

ફરાર થઇ ગયેલા બુટલેગર અંગે વડુ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂના કેસમાં સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી તરીકે રાખવામાં આવેલા રાજસ્થાનના વતની હાલ વડોદરાના કલાલી-બીલ રોડ ઉપર 4, પુષ્પક હોમ્સમાં રહેતા કુખ્યાત બુટલેગર ઓમપ્રકાશ હુકમારામ બિશ્નોઇ અને કલાલી-બીલ રોડ ઉપરજ પુષ્પક હોમ્સમાં રહેતા તેના સાથીદાર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની તા.12 મેના રોજ ટ્રાન્સફર વોરન્ટથી સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવ્યો હતો.

અને તેઓના કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા. તેઓના રિપોર્ટ નેગેટીવ આવતા તા. 13 મેના રોજ બંનેને પાદરા કોર્ટમાં રજૂ કરી તા.17 મેના બપોર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. બુટલેગરોના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને પુનઃ કોર્ટમાં રજૂ કરતા પહેલાં તેઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં અશોક બિશ્નોઇનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થિત કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

દરમિયાન તેને મોકો મળતા કોવિડ સેન્ટરમાં પોતાના બેડની ચાદરની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી નીચે ઉતરી ફરાર થઇ ગયો હતો. આરોપી ફરાર થઇ ગયો હોવાની જાણ પાદરા પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરી હતી. પરંતુ, બુટલેગર અશોક બિશ્નોઇ મળી આવ્યો ન હતો. દરમિયાન જિલ્લા પોલીસે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud