• વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામમાં મગરે કહેર વર્તાવતા ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો
  • વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગે સંયુક્ત રીતે તળાવ કિનારે મગરને પુરવા માટે પિંજરૂ મુક્યું
  • આજે સવારે એક મગર પિંજરે પુરાતા આંશિક હાશકારો, અન્ય બે મગર પકડવા કાર્યવાહી ચાલું

WatchGujarat. વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં મગર આવેલા છે. વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના તળાવમાંથી વહેલી સવારે વાઘોડિયા વન વિભાગ અને વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યું ટ્રસ્ટ દ્વારા સાડા પાંચ ફુટ નો એક મગર પાંજરે પુરવામાં આવ્યો હતો. મગર પાજરે પુરાતા ગામલોકોએ રાહત અનુભવી હતી.

વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પવારને વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના સરપંચે ફોન કરી જણાવ્યું કે ગામના તળાવમાં બે થી ત્રણ મગર આઇ ગયાં છે. અને મગર અવાર નવાર બકરી , કુતરા, વાછરડા પર હુમલો કરે છે. જેને કારણે વિસ્તારમાં મગરનો કહેર જોવા મળે  તથા ગામના લોકો ભયભીત થયા છે.  આ ઉપરાંત  ગામના લોકો તળાવમાં પાણી ભરવા કે કપડા ધોવા માટે જઈ શકતા નથી. આ સાથે કેટલીક વખતામગર રાત્રીના સમયે ઘર સુધી પણ આવી પહોંચે છે.

રેસ્ક્યુ કોલ આવતાની સાથે વાઇલ્ડ લાઇફ રેસ્કયું ટ્રસ્ટ અને વાઘોડિયા વન વિભાગની ટીમો દ્ધારા ગ્રામજનોને પરેશાન કરતા મગરને પકડવા માટે તળાવના કિનારે એક પીંજરું મુકવામાં આવ્યું હતું. આજ રોજ સવારે છ વાગે એક સાડા પાંચ ફૂટનો એક મગર પિંજરે પુરાયો હતો.

મગર પાજરે પુરાયાની જાણ થતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના કાર્યકર યુવરાજસિંહ રાજપૂત, વિશાલ રાઠોડ અને વાઘોડિયા વન વિભાગના અધિકારી જે. પી. મકવાણા ત્યાં પહોચ્યા હતાં. અને પાજરે પુરાયેલા સાડા પાંચ ફુટના મગરને સહી સલામત રીતે બહાર કાઢી વાઘોડિયા વન વિભાગને સોપવામાં આવ્યો હતો.

કુમેઠા ગામના લોકો માટે ત્રાસરૂપ બનેલો મગર પાજરે પુરાતા ગામ લોકોએ રાહત અનુભવી હતી. ગામલોકોના જણાવ્યા પ્રમાણે હજુ પણ તળાવમાં બે થી ત્રણ મગર તળાવમાં છે. ગામ લોકોએ આ મગર પણ વહેલી તકે પાંજરે પૂરવા માટે વનવિભાગને રજૂઆત કરી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અરવિંદ પવાર ના જણાવ્યા અનુસાર હજુ પણ ગામ ના તળાવ માં બે મગર હોવા થી વાઘોડિયા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા પીંજરું મુકવા માં આવ્યુ  છે. જેથી બીજા મગર પણ પકડાઈ જાય જેથી ગામ ના લોકો હાશકારો થાય અને તે તળાવમાં પાણી ભરવા અને કપડા ધોવા સહિતના કામો કરી શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud