• ઇન્ટરનેટનો ઉપયોગ લોકો પોત પોતાના સ્વાર્થ ખાતર કરતા હોય છે
  • GACL કંપનીના રો મટીરીયલ મોકલતી શીપની કંપની સાથેના વ્યવહારો વચ્ચે ઇનવોઇઝ હેક કરીને 2.56 લાખ ડોલર જર્મનીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા
  • ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમની ટામે જર્મનીની લીગલ ઓથોરીટી અને જર્મન પોલીસની મદદથી ફંડ રીકવર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી

 

WatchGujarat. વડોદરા પાસે આવેલી ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ લિમીટેડ કંપનીના પ્રોડક્ટનું રો મટીરીયલ શીપ મારફતે મોકલવા માટેનું બોગસ ઇનવોઇઝ બનાવીને હેકરો કંપનીને દ્વારા રૂ. 1.94 કરોડનો ચુનો ચોપડવામાં આવ્યો હતો. કંપનીના એડીશનલ જનરલ મેનેજરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવી હતી. વડોદરા સાયબર ક્રાઇમની ટીમે કંપનીના પડાવી લીધેલા નાણાં જર્મનીની બેંકમાં પરત અપાવ્યા હતા.

આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છીએ. ઇન્ટરનેટનો ઉપયોગ લોકો પોત પોતાના સ્વાર્થ ખાતર કરતા હોય છે. કોઇ ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને પોતાના નોલેજમાં વધારો કરી સકારાત્મક ઉપયોગ કરે છે. તો કોઇ ઇન્ટરનેટ પર છેતરપિંડી કરીને પોતાની પૈસા કમાવવાની લાલચને પોશે છે. વડોદરામાં આવેલી કંપનીના મેનેજમેન્ટને સાયબર માફિયાનો વરવો અનુભવ થયો હતો. જો કે, ફરિયાદ બાદ એક્શનમાં આવેલી પોલીસે જર્મનીની બેંકમાં જમા કરાયેલા નાણાં પરત અપાવી અત્યંત સરાહનીય કામગીરી કરી હતી.

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ લિમીટેડ કંપનીના એડીશનલ જનરલ મેનેજર રામ પ્રેમચંદ ગીઆનને સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની કંપની કોસ્ટીક સોડાનું ઉત્પાદન કરે છે. અને તે માટેનું રો મટીરીયલ નેશનલ એલ્યુમીનીયક કંપની લિમીટેડ (નાલ્કો)ને શીપ મારફતે વિશાખાપટ્ટનમ પોર્ટ પર મોકલવામાં આવે છે. શીપ મોકલવાની કામગીરી ખાનગી કંપની દ્વારા કરવામાં આવે છે. બંને કંપનીઓ વચ્ચે ઇ – મેલ મારફતે વ્યવહાર કરવામાં આવતો હતો. દરમિયાન 25 માર્ચ દ્વારા ઇન્ટરનેશનલ ઓગ્રેનાઇઝ્ડ ક્રાઇમ સર્કના હેરકો દ્વારા કંપનીઓ વચ્ચે ચાલતા ઇ – મેલના વ્યવહારોને મોનીટર કરી એક ઓર્ડરનું ઇનવોઇઝ બદલી નાંખ્યું હતું.

બદલી નાંખવામાં આવેલા ઇનવોઇઝમાં પ્રમાણે કંપનીએ ટાર્ગો બેંક, જર્મનીમાં 2.56 લાખ ડોલર ટ્રાન્સફર કર્યા હતા. જો કે, હેકરો દ્વારા પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી થયાની વાત ધ્યાને આવતા કંપની દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને જર્મનીની લીગલ ઓથોરીટી અને જર્મન પોલીસની મદદથી ફંડ રીકવર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ, જર્મની ટાર્ગો બેંકની ટીમ તથા જર્મન પોલીસ અને SBI બેંક દ્વારા સંકલન સાધીને કામગીરી કરવામાં આવી હતી. તમામ પ્રયત્નોના ફળ સ્વરૂપે કંપનીના રૂ. 1. 94 કરોડ પરત અપાવવામાં સફળતા મળી હતી. હાલ મસમોટા સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ટેકનીકલ તપાસ ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud