કોરોના કાળ દરમિયાન રાજ્યમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ અકસ્માતની ઘટના સામે આવી હતી
તમામ સ્તરે વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે જરૂરી ગાઇડલાઇન તથા આદેશો જારી કરવામાં આવે છે
વડોદરામાં કોરોનાની સારવાર આપતી ડેઝીગ્નેટેડ હોસ્પિટલોને ફાયર સેફ્ટી ઓફિસર અને ફાયર સેફ્ટી અંતર્ગત તાલીમ પામેલા ત્રણ વ્યક્તિઓને ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે કામગીરી સોંપવાની જાણ કરવામાં આવી
આદેશ છતાં યોગ્ય કામગીરી નહિ કરાતા આખરે પાલિકા તંત્ર દ્વારા 29 હોસ્પિટલોને નોટીસ ફટકારવામાં આવી
લોકોની સુરક્ષા સામે બેદરકારી દાખવતા ખાનગી કોવિડ હોસ્પિટલના સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરતા પાલિકા તંત્રની કામગીરીની સરાહના
WatchGujarat. કોરોના મહામારીમાં સ્થાનિક વહીવટી તંત્રએ ખાનગી હોસ્પિટલો સાથે મળીને દર્દીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા તૈયાર કરી હતી. કોરોનાની સારવાર કરતી સેગમેન્ટ – 1 માં આવતી અને આઇસીયું બેડ ધરાવતી હોસ્પિટલોમાં આગ અકસ્માત વેળાએ પુર્વ તૈયારીના ભાગ રૂપે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે ત્રણ લોકોને સતત ફરજ પર મુકવાનો આદેશ પાલિકા તંત્રએ કર્યો હતો. પરંતુ પાલિકાના આદેશનો ઘોળીને પી જઇ હોસ્પિટલ દ્વારા આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે મ્યુનિ. કમિશ્નરે 29 કોવિડ હોસ્પિટલોને નોટીસ ફટકારી હતી. નોટીસ અંગે 1 દિવસમાં જવાબ આપવાની તાકીદ કરવામાં આવી હતી.
કોરોના કાળ દરમિયાન રાજ્યમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ અકસ્માતની ઘટના સામે આવી હતી. આગ અકસ્માતને પગલે અનેક લોકોએ સારવાર દરમિયાન જ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને પગલે હવે તમામ સ્તરે વહીવટી તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે જરૂરી ગાઇડલાઇન તથા આદેશો જારી કરવામાં આવે છે. કોવિડ કેર હોસ્પટલમાં દાખલ દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઇને વડોદરામાં કોરોનાની સારવાર આપતી ડેઝીગ્નેટેડ હોસ્પિટલોને ફાયર સેફ્ટી ઓફિસર અને ફાયર સેફ્ટી અંતર્ગત તાલીમ પામેલા ત્રણ વ્યક્તિઓને ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે કામગીરી સોંપવાની જાણ કરવામાં આવી હતી. ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે જોડાયેલા કર્મીઓ સતત સેવામાં રહે છે. તેવો આદેશ આપવામાં આવ્યો હતો.
સરકારના આદેશ બાદ પણ શહેરમાં આવેલી 29 કોવિડ હોસ્પિટલોએ તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી ન હતી. પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવા માટે સુચનો પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે નોટીસ ફટકારવામાં આવી હતી. નોટીસમાં હોસ્પિટલો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 30 અને કલમ 34ની જોગવાઈ હેઠળ કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો પૂછાયો છે અને 1 દિવસમાં તેની વ્યવસ્થા નહીં કરાય તો આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મ્યુ. કમિશનરે આપી છે.
આમ, સ્થાનિક વહીવટી તંત્રના આદેશોને ધોળી ને પી જતી હોસ્પિટલોને નોટીસ ફટકારવાને પગલે ફફડાટ મચી જવા પામ્યો હતો. અને જરૂરી વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવા માટે દોડધામ કરી રહ્યા હતા. લોકોની સુરક્ષા સામે બેદરકારી દાખવતા ખાનગી કોવિડ હોસ્પિટલના સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરતા પાલિકા તંત્રની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.
કઈ હોસ્પિટલોને નોટિસ ફટકારાઈ ?
હોસ્પિટલનું નામ
સરનામુ
અદિતી હોસ્પિટલ
સુસેન તરસાલી રોડ
એપેક્ષ મલ્ટિસ્પેશ્યાલિટી
મનીષા ચોકડી ઓપી રોડ
આશ્રય નર્સિંગ હોમ
યશ કોમ્પલેક્સ સામે ગોત્રી રોડ
બરોડા હ્યુમન વેલફેર હોસ્પિટલ
જહાંગીરપુરા મસ્જીદ રોડ,વાડી
ભુમી હોસ્પિટલ
હુજરત પાગા કારેલીબાગ
કેપ્ટીવ કોવીડ કેર સેન્ટર
પેટ્રોકેમીકલ ટાઉનશિપ રોડ
દીના ક્લીનિક
ગોરવા રિફાઇનરી રોડ.
ઇએસઆઇએસ હોસ્પિટલ
ગોત્રી.
ગેલેક્સી હોસ્પિટલ
ગોરવા નવાયાર્ડ રોડ.
ઇન્દુદિપ મલ્ટી સ્પેશ્યાલિટી
વિશ્વાવામિત્રી બ્રિજ પાસે
કે.કે હોસ્પિટલ
ઝવેરનગર વાઘોડીયા રોડ.
કુશ હોસ્પિટલ
દિવ્ય જ્યોત શોપિંગ સેન્ટર, છાણી.
કુસમ મલ્ટી સ્પેશ્યલિલિટી
મહાવીર હોલે પાસે આજવા રોડ.
માંજલપુર હોસ્પિટલ
તુલસીધામ ચાર રસ્તા માંજલપુર.
નવજીવન કોવીડ કેર સેન્ટર
પોલોગ્રાઉન્ડ સામે બગીખાના.
ઓમ સાંઇ હોસ્પિટલ.
સેનેટ સ્કેવર, ગોત્રી રોડ.
પાયોનિયર કેમ્પસ
સયાજીપુરા.
રેસ્પીકેર મલ્ટી હોસ્પિટલ
નંદિગ્રામ સોસાયટી, માંજલપુર.
સંજીવની સર્જીકલ હોસ્પિટલ
સિદ્ધેશ્વેર પ્લાઝા ન્યૂ VIP રોડ.
સંજીવ હોસ્પિટલ
રેલવે સ્ટેશન રોડ.
સાૈમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ
મહાવીર ધામ કોમ્પલેકસ, માંજલપુર.
7 હીલ્સ મલ્ટી હોસ્પિટલ
આજવા રોડ.
શાશ્વત હોસ્પિટલ
કોઠી સલાટવાડા રોડ.
શ્રીનારાયણ હોસ્પિટલ
હરીધામ કોમ્પલેક્સ, મદનઝાપા રોડ.
શ્રીજી હોસ્પિટલ
સંગમ ચાર રસ્તા હરણી.
સોમાણી હોસ્પિટલ
સોમાતળાવ, તરસાલી રીંગ રોડ.
તેજસ હોસ્પિટલ
હરણી વારસીયા રિંગ રોડ.
વડોદરા ક્રીટીકલ ચાઇલ્ટ કેર સેન્ટર
માંજલપુર.
વ્રજધામ કોવીડ કેર સેન્ટર (નરહરી હોસ્પિટલ એક્સટેન્શન)
માંજલપુર