વડોદરા તથા આસપાસના વિસ્તારમાં મોટા કારખાનાઓ આવેલા છે
શંકાસ્પદ હાલતમાં કબુતર મળી આવતા સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું
માઇક્રોચીપ અને અન્ય રીંગને વધુ તપાસ અર્થે ગાંધીનગર એફ.એસ.એલ. મોકલી આપવામાં આવ્યા
પ્રાથમિક તપાસમાં કબુતર વિદેશી પ્રજાતીનું હોવાનું સામે આવ્યું
WatchGujarat. વડોદરા મધ્યગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતો વિસ્તાર છે. શહેરની આસપાસ હજારોની સંખ્યામાં નાના મોટા યુનિટ આવેલા છે. હાલોલ પાસેથી આવેલી ખાનગી કંપનીમાંથી 4 મે ના રોજ પગમાં માઇક્રોચીપ લગાડેલું કબુતર મળી આવ્યું હતું. જીવદયા માટે કામ કરતી સંસ્થા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભેગા મળીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. કબુતરના પગમાં માઇક્રોચીપ લગાડી વિદેશીઓ દ્વારા જાસુસી કરવામાં આવ્યાની આશંકાને પગલે સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
https://youtu.be/Io-GSWAKL5k
મધ્યગુજરાતમાં વડોદરા શૈક્ષણિક અને ઔદ્યોગિક મહત્વના કેન્દ્રો ધરાવે છે. વડોદરા તથા આસપાસના વિસ્તારમાં મોટા કારખાનાઓ આવેલા છે. 4 મે ના રોજ વડોદરા નજીક આવેલા હાલોલ તાલુકાના ગોપીપુરા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં કબુતર મળી આવ્યું હતું. GSPCA ના રાજ ભાવસારે સમગ્ર મામલે મીડિયાને જણાવ્યું હતું કે, હાલોલની એક કંપનીમાંથઈ મળી આવેલા કબુતરના બે પગમાં રીંગ પહેરાવવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને કારણે આ અંગેની જાણ શિવરાજપુરના આર.એફ.ઓ ખત્રી સરને કરવામાં આવી હતી. કબુતરના એક પગમાં પહેરાવાયેલી રીંગ ટ્રેકીંગ ડિવાઇઝ જેવું જણાતું હતું. અને અન્ય પગમાંથી નંબર લખેલી ચીપ મળી આવી છે.
વધુમાં રાજ ભાવસારે ઉમેર્યું હતું કે, કબુતરને સાવચેતી પુર્વક જાંબુધોડામાં આવેલા વેટરનરી ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો છે. ડોક્ટરે કાળજી પુર્વક કબુતરના પગમાં લગાડવામાં આવેલી બંને રીંગ કાઢી નાંખી હતી. બે પૈકી એક રીંગને ધ્યાનથી જોતા તેમાં માઇક્રો ચીપ ડિવાઇઝ હોવાનું તારણ સામે આવ્યું હતું, જ્યારે અન્ય રીંગ પર વિદેશીભાષામાં કંઇક લખેલું હોવાનું સામે આવ્યું હતું. બંને રીંગને સ્થાનિક પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી. અને વધુ તપાસ અર્થે ગાંધીનગર એફ.એસ.એલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
ફોરેસ્ટ વિભાગ અને જીએસપીસીએ સંસ્થાના કાર્યકરોએ કબુતરની પ્રજાતિની ખરાઇ કરી હતી. બે પગમાં શંકાસ્પદ રીંગ સાથે મળી આવેલા કબુતર વિદેશી પ્રજાતીનું હોવાનું સામે આવ્યું હતું. આમ, શંકાસ્પદ રીંગ અને લખાણ સાથે મળી આવેલા કબુતરના મામલાને ફોરેસ્ટ તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા ગંભીરતાથી લઇને વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.