કોરોના કાળમાં કેટલીક હદે નિષ્ફળ ગયેલી સરકારની ઠેર ઠેર ટીકા થઇ રહી છે
સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી સહિત પ્રધાનમંત્રી મોદીના એડિટેડ વિડિઓ વાયરલ થઇ રહ્યાં છે
મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને લાંછન પહોંચાડતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરનારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
WatchGujarat. કોરોનાની પરિસ્થિતિ ચરમ સીમાએ પહોંચી છે, જે બાબતથી આપણે સૌ કોઇ ખુબ સારી રીતે વાકેફ છે. અતિ ગંભીર બનેલી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ, ઓક્સિજન, ઇન્જેક્શનની અછત સર્જાતા રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આવા સમયે સરકારની ટીકા કરવામાં આપણે કશુ બાકી રાખ્યું નથી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિડિઓ સાથે ચેડા કરી એડિટેડ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર DJ Adeeને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો.
ગત માર્ચ મહિનાથી કોરોના વાઇરસે સમગ્ર ભારતને મચમચાવી નાખ્યું છે. રાજ્યમાં કોરોનાની અતિ ગંભીર બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા રૂપાણી સરકાર કેટલી હદે નિષ્ફળ સાબીત થઇ છે. કોરોનાની પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને કેટલીક હદે સરકારી આંકળા મુજબ કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યાં છે. તેવામાં વડોદરાના એક યુવક જે ડી.જેનો વ્યવસાય કરે છે, તેવા પ્રદિપ ભોળાનાથ કહારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અસલ વિડિઓ સાથે ચેડા કરી એડિટેડ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને લાંછન પહોંચે તેવો એડિટેડ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રદિપ કહાર ઉર્ફે DJ Adee એ આ વિડિઓ પોતાના FACEBOOK અને INSTAGRAM આઇડી પર શેર કર્યો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.