• ગુરૂવારે સવારે દુમાડ ગામથી દેણા તરફ જવાના અંતરિયાળ રસ્તાની બાજુમાં પાણી ભરેયા ખાબોચિયામાંથી એક અજાણ્યો મૃતદેહ મળ્યો હતો.
  • ગત રવિવાર 13મી સપ્ટેમ્બર રાતથી ધર્મેશ સત્યનારાયણ કહાર ગાયબ હતો.
  • ધર્મેશના પરિવાર અને મિત્રઓ તેની શોધખોળ કરતા કોઇ પત્તો લાગ્યો ન હતો.
  • ધર્મેશ ગુમ થયાની એક જાહેરાત મિત્રોએ સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.
  • હત્યારાઓએ ખૂબ જ જનૂનીપૂર્વક ધારદાર હથિયાર વડે શરીર પર 10 જેટલા ઘા ઝીંકી ધર્મેશની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી.

વડોદરા. શહેર નજીક આવેલા દુમાડ ગામના અંતરિયાળ રસ્તા પરથી આજે સવારે પાણીના ખાબોચિયામાં ડિકમ્પોઝ થયેલી એક લાશ મળી આવી હતી. બનાવને પગલે તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ છતી કરવા તેને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. દરમિયાન પોલીસે મૃતદેહની ઓળખ છતી પોતાના વોટ્સઅપ ગૃપમાં ફરતો કર્યો હતો. તેવામાં વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા પહોંચેલા પરિવારને લાશની ઓળખ કરાવતા સમગ્ર મામલા પરથી પડદો ઉઠ્યો હતો.

બનાવ અંગેની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના દાંડીબજાર વિસ્તારમાં આવેલા કાકા સાહેબના ટેકરા પર રહેતો ધર્મેશ સત્યનારાયણ કહાર થોડા સમયથી પત્ની સાથે કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડજાના મકાનમાં રહેતો હતો. ગત તા. 13 સપ્ટેમ્બરના રોજ ધર્મેશને એક ફોન આવતા તે મિત્રની બાઇક પર બેંસી કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે પહોંચ્યો હતો. ત્યારબાદ મોડી રાત સુધી ધર્મેશ ઘરે પરત ન આવતા પરિવારજનો અને મિત્રોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો, એક તબક્કે ધર્મેશ ગુ થયો હોવાની સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવી હતી. તેમ છતાં તેની કોઇ ભાળ મળી ન હતી.

હાથ પરના સિંહના ટેટુ પરથી ધર્મેશની ઓળખ છતી થઇ

દરમિયાન ગુરૂવારે સવારે દુમાડ ગામની સિમના અંતરિયાળ રસ્તા પર પાણીના ખાબોચિયામાંથી એક અજાણ્યા યુવકનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસ મૃતદેહની ઓળખ છતી કવાયત શરૂ કરી હતી. દરમિયાન ધર્મેશનો પરિવાર વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરીયાદ આપવા માટે પહોંચ્યો હતો. પોલીસને શંકા જતા અજાણ્યા મૃતેદહની ઓળખ કરાવા પરિવારને સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે લઇ આવ્યાં હતા. જ્યાં ધર્મેશના હાથ પર ચિતરાયેલા સિંહના ટેટુ પરથી તેની ઓળખ છતી થઇ હતી.

મળતી માહિતી મૂજબ ધર્મેશ સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અનેક પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. માથાભારે ધર્મેશની અનેક લોકો સાથે દુશ્મની હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. જેથી જૂના ઝઘડાની અદાવતમાં અથવા તો અન્ય કોઇ કારણોસર કોઇ પરિચિત વ્યક્તિ દ્વારા ધર્મેશની હત્યા કરાઇ હોવાનુ માનવામાં આવી રહ્યું છે. જોકે ધર્મેશના હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે અને વહેલી તકે પોલીસને સફળતા પણ મળી તેવી સંભાવના છે.

ર્મેશન ગમુ થયાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud