• શહેર નજીક આવેલા નંદેસરી ખાતે સુશાંતકુમાર રોય નામનો વ્યક્તિ “રોય ક્લિનિક” ચલાવતો હતો.
  • નંદેસરી સ્થિત જી.આઇ.ડી.સી પોસ્ટ ઓફિસ પાસે એક ઓરડીમાં ખોલી રાખ્યું હતુ ક્લિનિક
  • છેલ્લા 20 વર્ષથી વગર ડિગ્રીએ દવાખાનુ ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો
  • 3 વર્ષથી નંદેસરી ખાતે રોય ક્લિનિક ખોલી રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો
  • વડોદરા પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે રોય ક્લિનિકમાં રેઇડ કરી બોગસ તબીબની ધરપકડ કરી

WatchGujarat. શહેર નજીક આવેલા નંદેસરી જીઆઇડીસી સ્થિતિ વગર ડિગ્રીએ એક શખ્સ દર્દીઓને એલોપેથીની દવાઓ, ઇન્જેક્શનો આપતો અને બોટલો ચઢાવતો હોવાની બાતમી પી.સી.બીને મળી હતી. બાતમીના આધારે પોલીસે ખરાઇ કરી રોય ક્લિનિક પર રેઇડ કરતા છેલ્લા 20 વર્ષથી વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી લોકોના સ્વસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, નંદેસરી જીઆઇડીસી સ્થિતિ પોસ્ટ ઓફિસ નજીક એક ઓરડીમાં બોગસ તબીબ છેલ્લા ઘણા વર્ષોથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી પી.સી.બીને મળી હતી. જેના આધારે પોલીસે નંદસેરી સ્થિત રોય ક્લિનિક પર રેઇડ કરી તપાસ કરતા કોયલી ખાતે આવેલી અવધ વિહાર સોસા.માં રહેતા સુશાંતકુમાર રોય નગર ડિગ્રીએ એલોપેથીની પ્રક્ટિસ કરતો હોવાનુ સામે આવ્યું હતુ.

પોલીસે સુશાંતકુમાર પાસે તબીબી પ્રેક્ટિસ માટેની ડિગ્રી અંગે પુછતા વગર ડિગ્રીએ એલોપેથીની પ્રેક્ટિસ કરતો હોવાનુ ખુલ્યું હતુ. પોલીસે આ મામલે સુશાંતકુમાર રોયની કડકાઇથી પુછપરછ કરતા છેલ્લા 20 વર્ષથી વગર ડિગ્રીએ ડોકટર તરીકે પ્રેક્ટિસ કરી ક્લિનિકમાં સારવાર અર્થે આવતા દર્દીઓને એલોપોથીની દવાઓ આપતો, જરૂર પડે તો બોટલો ચઢાવી ઇન્જેક્શન પણ આપતો હોવાનુ તપાસમાં બહાર આવ્યું હતું. આમ છેલ્લા 20 વર્ષથી સુશાંતકુમાર વગર ડિગ્રીએ લોકોને એલોપેથીની દવાઓ, ઇન્જેક્શન આપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડી કરતા પોલીસ તેની ધરપકડ કરી વધુ તપા હાથ ધરી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud