કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીને કારણે સળિયો કામગીરી દરમિયાન કાર પર પડ્યો હતો
કોઈ નાગરિકનો જીવ જાય તે પહેલા આવી ગંભીર બેદરકારી સામે કડક પગલાં લેવા જોઈએ - ભાવિક ખેરા
WatchGujarat. શહેરમાં ગેંડા સર્કલથી રોકસ્ટાર મનીષા ચોકડી સુધીનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે. દરમિયાન કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવી હતી. ગુરુવારે રોકસ્ટાર સર્કલથી ચકલી સર્કલ તરફ જતી વેળાએ કાર પર લોખંડનો જાડો સળિયો પડ્યો હતો. જેને કારણે કારનો રૂફ ગ્લાસ તૂટીને ભુક્કા થઇ ગયો હતો. પરંતુ ચાલકનો બચાવ થયો હતો. તંત્રની જીવલેણ બેદરકારી નિર્દોષ નાગરિકનો જીવ લઈ શકે છે. #મલ્હાર પોઇન્ટ
શહેરમાં ફ્લાયઓવર બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગુરુવારે સવારે 10 વાગ્યે મમતા ખેરા રોકસ્ટાર સર્કલથી ચકલી સર્કલ તરફ પોતાની કાર માં જઈ રહ્યા હતા. દરમિયાન બાંધકામ ચાલી રહ્યું છે તે બ્રિજ નીચેથી પસાર થતા તેમના ગાડીના રુફગ્લાસ પર લોખંડનો જાડો સળિયો અચાનક પડ્યો હતો. સળિયો પડવાને કારણે મમતાબેન ડરી ગયા હતા. સળિયો ફ્લાયઓવરના બાંધકામ માટે ઉપયોગમાં લેવાયેલો હતો. કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીને કારણે સળિયો કામગીરી દરમિયાન કાર પર પડ્યો હતો. #મલ્હાર પોઇન્ટ
સમગ્ર મામલે મમતા ખેરાના પતિ ભાવિક ખેરાએ જણાવ્યું હતું કે, મારા પત્નીની કારનો રૂફગ્લાસ જો ખુલ્લો હોત તો તેને ગંભીર ઈજાઓ પહોંચી હોત. શહેરમાં અનેક ઠેકાણે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અને નીચે રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. પરંતુ ગુરુવારે ઘટેલા અકસ્માતમાં તંત્રની જીવલેણ બેદરકારી સામે આવી છે. જો નીચે થી કોઈ ટુ વ્હીલર પસાર થાય અને આવી રીતે કઈ પડે તો કોઈ નો જીવ પણ જઈ શકે છે. કોઈ નાગરિકનો જીવ જાય તે પહેલા આવી ગંભીર બેદરકારી સામે કડક પગલાં લેવા જોઈએ.
More #મલ્હાર પોઇન્ટ #Vadodara #flyover #serious #negligence-of-contractor #iron #rode #slipped #on car #Watchgujarat