• દિવાળીપુરા વિસ્તારમાં ગરબા રમતી વેડાએ મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો હતો
  • છેડતીના બનાવ બાદ બીજા દિવસે મામલો વણસ્યો હતા જ્યા મહિલાના પિતા યુવકને સમજાવવા ગયા બાદ ઝગડો થયો હતો
  • યુવક તેના પરિવારજણો સાથે મહિલાના ઘરે આવી પહોંચ્યો, જ્યાં મારામારી થયા બાદ જાતી વિશે બોલી આપમાનીત કર્યા હતા
  • સમગ્ર મામલે ગોત્રી પોલીસ સ્ટેશને છેડતી, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે

WatchGujarat.  વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં ગત તા. 15 ઓક્ટોબરનો રોજ ગરબા રમતી વેડાએ યુવકે મહિલાનો હાથ પકડી છેડતી કરી હતી. જે મામલો બીજી દિવસે વણસ્યો હતો. મહિલાના પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ યુવક તેના પરિવારજણોને લઈ મહિલાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં ઝગડો થયા બાદ છુટા હાથની મારામારી થઈ હતી. આ સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચતો પોલીસે ફરીયાદના આધારે છેડતી, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથી ધરી હતી.

સમગ્ર મામલાની વિગતી એવી છે કે,  દિવાળીપુરા નવી કોર્ટ સામે રહેતા 52 વર્ષીય રાજેશભાઈ જેઠાલાલ સોલંકી રીક્ષા ચાલાવી તેમનુ ગુજરાન ચલાવે છે. અને તેમને સંતાનમાં ત્રણ દિકરીઓ છે. ગત તા. 15 ઓક્ટોબરના રોજ રાજેભાઈની સૌથી નાની દિકરી જે પરણિત છે. તે પિયરમાં હાજર હતી અને શેરી ગરબા હોવાથી તે અને રજેભાઈના પત્ની ગરબા રમવા ગયા હતા. જ્યાં ગરબા રમતી વખતે રવિ રાજેશ બારીયાએ રાજેશભાઈની સૌથી નાની દિકરીનો હાથ પકડી લીધો હતો. દરમિયાન આ બનાવની જાણ રાજેશભાઈની પત્નીને થતા તેઓએ રવિને ઠપકો આપી સ્થળ પરથી નીકળી ગયા હતા.

રાજેશભાઈને બનાવ વિશે જાણ થતા બીજા દિવસે એટલે તા. 16 ઓક્ટોબરે પોણા સાત વાગ્યાની આસપાસ તેઓ રવિ મળ્યા હતા અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રવિએ ત્યારે બાલાચાલી કરી ઝગડો કર્યો હતો. અને સવા સાત વાગ્યાની આસપાસ રવિ તેના પિતા રાજેશભાઈ બારીયા તથા સાહિલ વિક્રમ બારીયા અને નીતાબેન બારીયાને લઈ રાજેશભાઈ સોલંકીના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન રવિના પિતા રાજેશભાઈ બારીયાએ ઝગડો કરવાનું શરૂ કરી દીધુ હતુ અને તેઓએ જણાવેલ કે તમે મારા દિકરાનું નામ કેમ લીધુ તેમ જણાવી તેમને અને સાથે આવેલા માણસોએ મારામારી શરૂ કરી હતી.

મારામારી થતા રાજેશભાઈ સોલંકીની પત્ની વચ્ચે પડતા તેઓને ગાળો ભાંડી હતી. અને રાજેશબાઈ સોલંકીની દિકરી પણ વચ્ચે છોડાવવા પડતા નીતાબેને તેને પણ ગડદાપાટુનો મારમાર્યો હતો. આ દરમિયાન આજુબાજુના રહિશો આવી જતા સૌને છુટા પાડ્યા હતા. તે વખતે નીતાબેને અનાબશનાબ બોલી અપમાનીત કર્યો હતા. અને જણાવેલ કે તમને તો અમે જીવતા નહી રહેવા દઈએ. સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યા રાજેશભાઈ સોલંકીએ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આઘારે છેડતી, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથી ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud