• બે દિવસ પહેલા વડોદરાના માંજલપુર વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના બની હતી
  • જીપ ચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા 7 વર્ષના માસુમે જીવ ગુમાવ્યો
  • જીપ અન્યત્રેથી અથડાયેલી હાલતમાં મળી, ચાલક ફરાર થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
  • આખરે જીપ ચાલક દેવુલ ફુલબાજેને પોલીસે ઝડપી પાડ્યો

WatchGujarat. વડોદરાના માંજલપુર વિસ્તારમાં બે દિવસ પહેલા હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં 7 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને ચાલક ફરાર થયો હતો. સમગ્ર ઘટનામાં જીપના ચાલકની આજરોજ પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસ પહેલા સાંજના સમયે શહેરના માંજલપુર વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના બની હતી. ઘટનામાં બે ભાઇઓને ટ્યુશનથી લઇને ઘરે પરત જતી યુવતિના ટુ વ્હીલરને જીપે ટક્કર મારી હતી. ટક્કર મારતા જ ટુ વ્હીલર પર સવાર ત્રણેય જમીન પર પટકાયા હતા. તો બીજી તરફ ચાલક જીપ સાથે સ્થળ પરથી નાસી છુટ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ શરૂ કરતા જ પોલીસને અકસ્માત સર્જનાર જીપ અન્યત્રેથી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા કાર માલિકના ઘરે તાળું જોવા મળ્યું હતું. અને કાલ ચાલકનો ફોન સ્વિચ ઓફ મળી આવ્યો હતો.

પોલીસે આરોપી દેવુલ ફુલબાજેને પકડવા માટે ટીમો કામે લગાડી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, દેવુલ ફુલબાજેની પોલીસે આજરોજ અટકાયત કરી છે. અને તેનો કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. દેવુલ ફુલબાજે પર રાત્રી કર્ફ્યુનો ભંગ કરવા બદલ પોલીસ કાર્યવાહી પણ થઇ ચુકી છે. અકસ્માત જોનારના મતે ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. જો કે, સમગ્ર મામલો પોલીસ દ્વારા તપાસ બાદ જ વધુ સ્પષ્ટ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud