બંને આરોપીને વડોદરા લાવ્યા બાદ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા
આજે બન્ને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા
કોર્ટે બંનેને જુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતાં લમાં ધકેલાયા
[caption id="attachment_1386997" align="aligncenter" width="640"] Salauddin and umar gautam illegal money using case[/caption]
WatchGujarat. શહેરના ચકચારી ધર્માંતરણ અને દેશ વિરોધીઓને ફન્ડીગ મામલામાં પકડાયેલા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ હવે જેલની હવા ખાશે. કારણ કે આજે ઉમર ગૌતમ અને સબાઉદ્દીનના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેથી કોર્ટે બંનેને જુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતાં બંનેને જેલમાં મોકલવામાં આવ્યા છે. ભારે ચકચારી મચાવનાર યુપીના ધર્માંતર કેસમાં પકડાયેલા ઉમર ગૌતમને વડોદરાના આફમી ટ્રસ્ટ દ્વારા ફંડ મોકલવામાં આવ્યું હોવાની વિગતો ખુલતા વડોદરા પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો હતો. બંને આરોપીને વડોદરા લાવ્યા બાદ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે સમગ્ર મામલામાં યુપી પોલીસ પાસેથી સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો કબજો મેળવી શરુઆતમાં 7 દિવસના રિમાન્ડ મેળવી ઉંડીતપાસ કરી હતી અને ત્યારબાદ વધુ 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરાઇ હતી. જો કે બુધવારે સલાઉદ્દીન અને ઉમર ગૌતમના રિમાન્ડ પુરા થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ સાથે ઉમર ગૌતમ સાથે સતત સંપર્ક રાખનારા વડોદરા અને ભરુચના 2 શખ્સોની એસઆઇટી દ્વારા કલાકો સુધી પુછપરછ કરાઇ હતી. સલાઉદ્દીને રાજસ્થાન બોર્ડ પર બાડમેરમાં અબ્દુલ મજીદ અને અબરાર સિંધીને ફન્ડીગ કર્યું હોવાનું બહાર આવતાં બંનેએ સલાઉદ્દીને આપેલા ફન્ડમાંથી તેમણે મસ્જીદ બનાવવા માટે 1.15 કરોડ વાપર્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે શહેર પોલીસની
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસમાં દુબઈનું રૂ 80 કરોડનું હવાલા કૌભાંડ બહાર આવતા તેની તપાસ માટે બંનેની પૂછપરછ કરાઇ હતી.આ ફંડનો ઉપયોગ આંગડિયા મારફતે બોર્ડર પરના રાજ્યોમાં પણ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં ટ્રાન્સફર વોરંટથી યુપી પોલીસ બંનેનો કબ્જે મેળવી શકે છે.