• 2020 – 21 ના વર્ષમાં ખનીજોના ખાણકામ વહન અને સંગ્રહ હેઠળ રૂ.629 લાખની વસુલાત ખનીજ ખાતાએ કરી
  • કચેરીની ટીમને મળેલી બાતમીના આધારે તા. 23 – 12 ના રોજ સાવલી તાલુકામાં મોકસી ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી

WatchGujarat. જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં સાદી માટી/ રેતી ખનીજો ના બિન અધિકૃત વહન ને અટકાવી ને સરકારને થતું આવકનું નુકશાન ટાળવા આકસ્મિક ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે.

તેને અનુલક્ષીને ભૂસ્તશાસ્ત્રી ની કચેરી દ્વારા ગઈકાલે નારેશ્વર સારિંગ રોડ પર ખનીજ વાહક વાહનોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 4 વાહનો આપવામાં આવેલા રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થામાં સાદી રેતી ખનિજનું વહન કરતાં ઝડપાયા હતા. આ બનાવમાં રૂ. 40 લાખની કિંમતનો, ખનીજ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેની સાથે નોટિસ/ વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી.

કચેરીની ટીમને મળેલી બાતમીના આધારે તા. 23 – 12 ના રોજ સાવલી તાલુકામાં મોકસી ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સાદી માટી ખનીજના બિન અધિકૃત ખનન અને વહન ની પ્રવૃત્તિ માં સંડોવાયેલા 2 હિટાચી મશીન અને 11 વાહનો ઝડપવામાં આવ્યા હતા. આ પૈકી બે વાહનોમાં સાદી માટી ભરેલી હતી જ્યારે અન્ય 9 વાહનો ખાલી હતા. આ ઘટનામાં રૂ. 2.35 કરોડનો મુદ્દામાલ સીઝ કરીને નોટિસ અને વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ભૂસ્તશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું છે. આમ,ગઈકાલના દિવસે ખનીજ વિષયક બિન અધિકૃત પ્રવૃત્તિઓ નો પર્દાફાશ કરીને રૂ. 2.75 કરોડની કિંમતના ખનીજ/ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર મહિનામાં કચેરી દ્વારા ખનીજોના બિન અધિકૃત ખનન/ વહનના કસૂરવારો પાસે થી રૂ. 39 લાખની દંડનીય વસુલાત કરવામાં આવી છે. જ્યારે 20 – 21 ના વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ખનીજોના અધિકૃત ખનન/ વહન/ સંગ્રહ અન્વયે રૂ.629 લાખની કાયદેસરની વસુલાત કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud