• છત્તીસગઠના સહદેવ નામના બાળકે ગાયેલા આ ગીતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે
  • આ ગીતને બાળકે પોતાના કંઠમાં પોતાની પ્રાદેશિક ભાષામાં ગાયું છે
  • ટીમલી સ્ટાર કલાકાર કમલેશ બારોટ દ્વારા વર્ષ 2017માં તેની રચના કરવામાં આવી
  • વર્ષ 2018માં તેનું વિડીયો વર્જન યૂટ્યૂબ પર મુકવામાં આવ્યું હતું

WatchGujarat. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક “જાનું મેરી જાનેમન બસપન કા મેરા પ્યાર ભૂલ નહિ જાના રે” ગીત ગાતો નજરે પડે છે. થોડા સમયમાં આ વિડીયો દેશભરમાં વાયરલ થઈ ગયો છે. તેના પર કેટલાંક મોટા કલાકારોએ તેના પર પોતાની પ્રતિક્રીયાઓ આપી છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત મૂળ રીતે ગુજરાતના એક પ્રખ્યાત કલાકાર દ્વારા રચાયું છે.

તમને જણાવી દઈએ કે આ ગીતની રચના ગુજરાતના પંચમહાલ જિલ્લાના લોકગીત કલાકાર કમલેશ બારોટ દ્વારા કરવામાં આવી છે. જેની અમુક લાઈનો છત્તીસગઢના સહદેવ નામના બાળકે પાંચ વર્ષની ઉંમરમાં શાળામાં તેના શિક્ષક સમક્ષ ગાયું હતું. જેનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેના પર આ ગીતને કંઠ આપનાર લોકગાયક કમલેશ બારોટે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં ટીમલી સ્ટાર તરીકે પ્રચલિત કલાકાર કમલેશ બારોટ દ્વારા વર્ષ 2017 માં આ ગીતને લખવામાં આવ્યું હતું. જેનું ઓડિયો વર્જન બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ વર્ષ 2018માં તેનું વિડીયો વર્જન યૂટ્યૂબ પર મુકવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે આ ગીત એટલું પ્રચલિત બન્યું ન હતું. મહત્વનું છે કે સહદેવ નામના બાળક દ્વારા આ ગીતના માત્ર અમુક લાઈનો જ ગાવામાં આવી અને વીડિયો એટલો લોકોમાં ચાહના મેળવતો ગયો કે બોલીવુડના એક્ટરો, સિંગરો પણ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ અંગે કમલેશ બારોટ પણ સ્વીકારી રહ્યા છે કે સહદેવએ આ ગીતને ચાર ચાંદ લગાવ્યા છે. આ સાથે તમને સહદેવનો આભાર પણ માન્યો છે કે તેના કારણે તેમને પણ એક નવી ઓળખ મળી છે. તમને જણાવી દઈએ કે કમલેશ બારોટ આગામી ટૂંક સમયમાં આ ગીતનો બીજો ભાગ પણ રજૂ કરવાના છે. તો બીજી તરફ સહદેવને પોતાના સ્ટુડિયોમાં લાવવાની અને તેની સાથે ગીત ગાવાની પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે “જાનું મેરી જાનેમન બસપન કા મેરા પ્યાર ભૂલ નહિ જાના રે” ગીત સહદેવને પાંચ વર્ષની ઉંમરમાં શાળામાં તેના શિક્ષક દ્વારા  ગવડાવવામાં આવ્યું હતું. હાલમાં આ બાળકની ઉંમર 7 વર્ષની છે. તેના દ્વારા ગવાયેલો આ ગીતનો વિડીયો સોશિયલ મીડિયામાં એવો તો વાયરલ થયો કે છત્તીસગઢના મુખ્ય પ્રધાન હોય કે બૉલીવુડના પ્લેબેક સિંગર બાદશાહ હોય તમામે આ બાળકને સન્માનિત કર્યો. બાળક દ્વારા ગાવામાં આવેલા આ ગીતને લઈને સોશિયલ મીડિયામાં અસંખ્ય બીજા વિડીયો, રીલ બન્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud