• શહેરના બહુચર્ચીત બરોડા ડેરી વિવાદનું કોકડું ઉકેલાતા હવે પશુપાલકોને ડેરી દ્વારા રૂ. 27 કરોડ ચૂકવવાનો નિર્ણય લેવાયો
  • સી.આર. પાટીલના નિવાસ સ્થાને બેઠક યોજાઈ, ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનેશ પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં
  • પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે, દશેરા સુધી રૂ.18 કરોડ ચૂકવી દેવાશે : ધારાસભ્ય કેતન ઇનામદાર
  • બરોડા ડેરીની દૂધ ઉત્પાદકો સાથે થઈ રહેલા અન્યાય સામે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જંગ છેડ્યો હતો

WatchGujarat. વડોદરાની બરોડા ડેરી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદનો આજે અંત આવ્યો છે. છેલ્લા કેટલાંક સમયથી પશુપાલકોને ભાવફેરની રકમ મળે તે મુદ્દે કેતન ઈનામદાર સહિતના ભાજપના ધારાસભ્યો મેદાને ઉતર્યા હતા. આ મુદ્દો વધુ વિવાદિત બનતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે તેમના નિવાસ સ્થાને બેઠક બોલાવી હતી. જેમાં કેતન ઈનામદાર સહિતના ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતે અનુસાર હવે પશુપાલકોને રૂ.27 કરોડ બરોડા ડેરી દ્વારા ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના અધિકારીઓ અને ધારાસભ્યો વચ્ચે વિવાદ વકર્યો હતો. જે બાદ આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક બેઠક મળી હતી. જેમાં તેઓએ મધ્યસ્થી બનીને વિવાદ ઉકેલ્યો છે. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કેતન ઈનામદાર, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતાં. જે બાદ સભાસદોના હિતમાં આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય કેતન ઇનામદારે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, સી.આર. પાટીલની મધ્યસ્થીથી મામલાનું સુખદ સમાધાન થયું છે. રૂ. 18 કરોડ દશેરા પહેલા ચુકવવામાં આવશે અને 9 કરોડ માર્ચ-22 ના અંત સુધીમાં અપાશે. આમ કુલ. રૂ. 27 કરોડ બરોડા ડેરી પશુપાલકોને ચુકવશે.

શું હતો સમગ્ર વિવાદ

નોંધનીય છે કે બરોડા ડેરીની દૂધ ઉત્પાદકો સાથે થઈ રહેલા અન્યાય સામે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જંગ છેડ્યો હતો. કેતન ઈનામદાર અને ડેરીના પ્રમુખ દિનેશ પટેલ (દિનુમામા) વચ્ચે થયેલા સમાધાન બાદ પણ દૂધ ઉત્પાદકોને ભાવ ફેર આપવામાં આવ્યો ન હતો. જેથી કેતન ઈનામદાર દ્વારા ડેરીના સત્તાધિશોને ગૂરૂવાર સૂધીનું અલ્ટીમેટ અપાવવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય અક્ષય પટેલે કેતન ઈનામદારને ટેકો જાહેર કર્યા હતા. તેમણે જો માંગ નહિ સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud