OSD ડો. વિનોદ રાવની આગેવાનીમાં શહેર – જિલ્લા તંત્ર તાબડતોબ આવ્યું એક્શનમાં.
મંગળબજાર 3 દિવસ સંપૂર્ણ રીતે સીલ કરાયું.
ખંડેરાવ માર્કેટ પાછળ ફળની દુકાન અને ગોડાઉન સીલ કરાયા.
વિવિધ વોર્ડના બજારો, શાકમાર્કેટ, મોલ, દુકાનોને સીલ મરાયા.
ચાર ઝોનમાં સીલ મારવાની કામગીરી કરી રૂ. 1,04,200 દંડ વસૂલાયો.
પોલીસ અને મહાનગર પાલિકાની 24 પ્રવર્તમાન ટીમો ઉપરાંત 4 ફ્લાઈંગ સ્ક્વોડ્સ કાર્યરત કરાઈ.
[caption id="attachment_23242" align="aligncenter" width="1280"] (મંગળબજાર)[/caption]
WatchGujarat. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન અંગેની જાણકારી પ્રાપ્ત કરવા, અમદાવાદ, પૂણે અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. જેને પગલે એક રીતે કોરોનાની વેક્સિનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું હોય એમ કહી શકાય. ત્યારે બીજી તરફ, વડોદરામાં ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવની આગેવાનીમાં એક્શનમાં આવેલાં શહેર – જિલ્લા તંત્ર દ્વારા કોરોના પર સકંજો કસવા 3 દિવસ મોલ – માર્કેટ જેવાં જાહેર સ્થળોના શટર ડાઉન કરાવી દેવાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખંડેરાવ માર્કેટ પાછળ ફળની દુકાન અને ગોડાઉન સીલ કરનાર તંત્ર દ્વારા મંગળબજારને 3 દિવસ સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યું છે.
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના અધ્યક્ષ પદે શુક્રવારે મળેલી સંયુક્ત બેઠકમાં મહાનગર પાલિકા, જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોવિડનો ફેલાવો રોકવા વ્યૂહ રચના ઘડવામાં આવી હતી. જેમાં જાહેર સ્થળો પર માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્ત પાલન કરાવવા અને સતેજ નજર રાખવા શહેરના પ્રત્યેક વોર્ડ દીઠ બે પ્રમાણે પોલીસ અને પાલિકાની કુલ 24 સંયુક્ત પ્રવર્તન ટીમો કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત શહેર ના ચાર ઝોન માટે ચાર સંયુક્ત ઊડણ દસ્તા - ફલાયિંગ સકવોડ્સ બનાવવામાં આવ્યાં છે. જે ખાસ કરીને મોટા એસ્ટાબ્લિસ્મેંટ, મોટી દુકાનો, કોમ્પલેક્ષ, મેગા મોલ, મેરીજ હોલ, બેંકવે હોલ ઇત્યાદિ પર નજર રાખશે અને માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝેસન જેવા ચેપ અટકાવતા નિયમોનો ભંગ થતો જણાશે તો જરૂરી પગલાં લેશે.
આજે સવારથી જ કોર્પોરેશન અને પોલીસ ની સંયુક્ત પ્રવર્તન ( એન્ફોર્સમેન્ટ) ટીમ દ્વારા માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ જેવા નિયમો ના ભંગ સબબ ફળની દુકાન અને ગોદામને દંડનીય કાર્યવાહી રૂપે તાળા મારી દેવામાં આવ્યા હતા.
માંજલપુર વિસ્તારના ઇવા મોલ સામે શિક્ષાત્મક પગલાં રૂપે, આ મોલને ત્રણ દિવસ માટે તાળા બંધી ( સીલ) કરાઈ હતી. ટીમો એ ગોરવા શાક માર્કેટ,વોર્ડ નં.5 અને 9 ના વિસ્તારો તેમજ કારેલીબાગમાં ગિફ્ટ આઈટમ શોપ, પાન કોલ્ડ્રિંક શોપ,ડોર મેટ શોપ ઇત્યાદિ સામે શિક્ષાત્મક પગલાં લીધાં હતાં. ફલાયિંગ સકવોડ દ્વારા હરણી રોડ પરના રિલાયન્સ સુપર માર્કેટ અને ગેંડા સર્કલ ખાતે વડોદરા સેન્ટ્રલ મોલને સીલ કરવામાં આવ્યા છે. આમ,આજે અત્યાર સુધીમાં શહેરના બે મોલ અને એક સુપર માર્કેટ ને કોવિડ સંક્રમણ ફેલાતું રોકવાના પગલાં રૂપે સીલ કરવામાં આવ્યાં છે.વડોદરા સેન્ટ્રલ મોલને 3 દિવસ માટે સીલ કરવામાં આવ્યો છે. તેમજ મંગળબજારને 3 દિવસ સંપૂર્ણ સીલ કરાયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આજરોજ જાહેરમાં માસ્ક નહીં પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનારા નાગરીકો તેમજ દુકાન – લારીગલ્લાવાળાઓ પાસેથી રૂ. 1,04,200નાં દંડની વસૂલાત કરવામાં આવી હતી.