ભાજપના પૂર્વ કોર્પોરેટર નિતીન પટેલે રાત્રિ કર્ફ્યુનું ઉલ્લંઘન કરી કર્મચારીની બર્થ ડે પાર્ટી ઉજવી.
કડક છાપ ધરાવતાં પોલીસ કમિશનર ભાજપી પૂર્વ કાઉન્સિલરના ગિરેબાનમાં હાથ નાંખી શકશે?
ભાજપના પૂર્વ કોર્પોરેટર ભૂપેન્દ્ર કાછીયા, કાર્યકરો ભરત દેવરે, મિલિન્દ મુકાદમ વગેરેની હાજરીમાં યોજાઈ દારૂ પાર્ટી
WatchGujarat. સત્તાના મદમાં સંખ્યાબંધ ભાજપી નેતાઓ – કાર્યકરો શિસ્તને ભુલીને છાકટાં બન્યાં હોય તેમ જણાઈ રહ્યું છે. વોર્ડ નં. 13ના ભાજપી મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલના પતિ તેમજ પૂર્વ કોર્પોરેટર નિતીન પટેલે ગઈકાલે મોડી રાતે રાત્રિ કર્ફ્યુનો ભંગ કરી બિન્દાસ્ત રીતે યોજેલી બર્થ ડે પાર્ટીમાં દારૂની છોળો ઉડી હતી. દારૂ-પુરીની જ્યાફત ઉડાડતાં બર્થ ડે બોયનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઇલેક્શન ઓફ થતાં જ કોરોના ઓન થઈ ગયો છે, પોલીસ તંત્ર માસ્ક વગરના પ્રજાજનોને દંડ ફટકારવા લાગ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, કડક છાપ ધરાવતાં પોલીસ કમિશનર નિતીન પટેલ સહિતના ભાજપી લોકોના ગિરેબાનમાં હાથ નાંખી શકશે?
તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નં. 13માંથી વિજેતા બનેલાં મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલના પતિ નિતીન પટેલ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. ગઈકાલે તેમના એક કર્મચારી નારૂભાઈની બર્થ ડે હોઈ, નિતીન પટેલે મોડી રાતે ખંડેરાવ માર્કેટ પાસે આવેલાં તેમના ગોડાઉનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. એક તરફ 12ના ટકોરે પોલીસ સામાન્ય નાગરીકો સામે લાલ આંખ કરવાની શરૂ કરે છે ત્યારે બીજી તરફ નિતીન પટેલે 12ના ટકોરે બર્થ ડે કેક કાપ્યા બાદ હાજર લોકોની આંખ ‘લાલ’ કરવાનું આયોજન કર્યું હતું.
નિતીન પટેલે યોજેલી પાર્ટીમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ગીતાબહેન કાછીયા પટેલના પતિ તેમજ પૂર્વ કોર્પોરેટર ભુપેન્દ્ર કાછીયા પટેલ તેમજ વોર્ડ નં. 13ના પૂર્વ મહિલા કોર્પોરેટરના સગાં અને ભરદ દેવરે, મિલિન્દ મુકાદમ સહિતના ભાજપના કાર્યકર સહિત નિતીન પટેલનો સ્ટાફ હાજર રહ્યો હતો.
https://youtu.be/5Arz8wQ2tkM
નિતીન પટેલની પાર્ટીનો સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલાં વિડીયોમાં જોવા મળે છે કે, કેક કપાયા બાદ ભૂપેન્દ્ર કાછીયા પટેલ બર્થ ડે બોયને રોકડા આર્શિવાદ આપી રહ્યાં છે. અને ત્યારબાદ બર્થ ડે બોય પાણીપુરીને બદલે દારૂપુરીની જ્યાફત ઉડાડે છે. તે સાથે દારૂની બોટલ સાથે વિડીયો ઉતારાવડાવે છે અને ફોટા પડાવે છે.
દારૂ-પુરીની જ્યાફતવાળી બર્થ ડે પાર્ટીનો વિડીયો - ફોટોગ્રાફ્સ રાજકીય હિસાબ સરભર કરવા માટે વાઈરલ કરાયો હોઈ શકે. પરંતુ, મુખ્ય વાત તો એ છે કે, પોલીસ કમિશનર દ્વારા આ મામલે કેવું વલણ દાખવવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી તો માત્ર કાગળ પર જ છે, એ સર્વ વિદીત બાબત છે. પોલીસ જેટલો દારૂ પકડવાને પોતાની છાતી છપ્પનની કરે છે, એનાથી વધારે દારૂ પીવાય છે એ સત્ય હકીકત છે. જોકે, સત્તારૂઢ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટરના પતિ એવાં નિતીન પટેલ સહિતના પાર્ટીમાં ઉપસ્થિત લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે? કે પછી આખા મામલાને શિફતપૂર્વક દબાવી દેવામાં આવશે?