ઓનલાઈન શિક્ષણનો ભાર સહન નહીં કરી શકનાર બાળકો તરફ માતા - પિતા વિશેષ ધ્યાન આપે તે જરૂરી.
કોરોનાની મહામારી વચ્ચે સ્કૂલ કોલેજો બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણની પદ્ધતિ શરૂ કરાઇ છે.
ઓનલાઇન શિક્ષણમાં કેટલીક જગ્યાએ છબરડા થતા હોવાની અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે.
માંજલપુરમાં રહેતો 11 વર્ષનો બાળક એકા એક ઘર છોડી દેતા પિતાએ પોલીસને જાણ કરી હતી.
થોડા સમય બાદ બાળક પરત ઘરે આવી પહોંચાત પોલીસે તેની પુછતાછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી
ચિંતન શ્રીપાલી, વડોદરા. સરકાર દ્વારા ભાર વિનાના ભણતર અંગે જોર શોરથી પ્રચાર પ્રસાર કરાય છે. જોકે, વાસ્તવિકતા અત્યંત દયનિય છે. ઓફલાઈન શિક્ષણનો ભાર સહન નહીં કરી શકતા વિદ્યાર્થી દ્વારા અજુગતાં પગલાં ભરવામાં આવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ, હાલ કોરોનાની સ્થિતિમાં સરકારની રહેમનજર હેઠળ ચાલી રહેલાં ઓનલાઈન શિક્ષણમાં પણ વિદ્યાર્થી ભણતરનો ભાર સહન ના કરી શક્યો અને એણે ચોંકાવનારું પગલું ભર્યું હતું. ઓનલાઈન શિક્ષણના ભારનો આ કિસ્સો શિક્ષણશાસ્ત્રી - સરકારને વિચાર કરતાં મજબૂર કરે તેવો છે.
સામાન્ય રીતે બાળક સ્કૂલ/ટ્યુશનમાં અભ્યાસ ન કરે ત્યારે શિક્ષક તેની ફરીયાદ માતા-પિતાને કરતા હોય છે. આ ફરીયાદ થતાં જ અનેક માતા-પિતા બાળકોનો ઉધળો લઇ નાખે છે. પરંતુ હવે ઓનલાઇન શિક્ષણના યુગમાં દરેક માતા-પિતાએ સમજવાની જરૂર છે કે, ઓનલાઇન ક્લાસ દરમિયાન શિક્ષક દરેક વિદ્યાર્થી પર પુરતુ ધ્યાન આપી શકે તે શક્ય પણ નથી. અને બાળકો ઓનલાઇન શિક્ષણથી ટેવાયેલા પણ નથી. જેથી ઓનલાઇન ક્લાસ ચાલતા હોય ત્યારે માતા-પિતાએ પોતે થોડુ ધ્યાન આપવાની જરૂર છે. જો એવુ ન કરવામાં આવે તો તેનુ પરિણામ માંજલપુરમાં બનેલી આ ઘટના જેવુ પણ આવી શકે છે.
ગત તા. 30 ઓગષ્ટના રોજ માંજલપુરા વિસ્તારમાં આવેલી એક સોસા.માં રહેતો 11 વર્ષીય રોહન (નામ બદલેલુ છે) ઓનલાઇન શિક્ષણ પતાવી મિત્રો સાથે રમવા માટે બહાર નિકળ્યો હતો. જોકે લાંબા સુધી રોહન ઘરે પરત ન આવતા તેના પિતાએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. જેથી આખરે રોહનના પિતાએ માંજલપુર પોલીસને આ બાબતની જાણ કરી પુત્ર ગુમ થયાની અરજી કરી હતી. જેથી માંજલપુર પોલીસનો સ્ટાફ બાળકની શોધખોળમાં લાગી ગયો હતો. કલાકો બાદ રોહન પોતાના ઘરે પરત આવી ગયો હતો.
રોહનના પિતાએ બીજા દિવસે આ અંગે માંજલપુર પોલીસનો સંપર્ક કરી પુત્ર રોહન ઘરે પરત આવી ગયો હોવાની જાણ કરી હતી. જેથી પોલીસે રોહનની સામાન્ય પુછપરછ કરતા તેણે કહ્યું કે, ફુટબોલ રમતા બોલ લેવા ગયો અને એક ઇકો કારમાં આવેલા અજાણ્યા માણસો મને ઉપાડી ગયા હતા. જોકે ઇકો કાર ઇવા મોલ પાસે ઉભી રહેતા હું તેમાંથી ઉતરીને નજીકમાં ઉભેલી પોલીસ પાસે ગયો અને ત્યારબાદ ઘરે પહોંચી ગયો હતો.
11 વર્ષીય રોહનની આ થીયરી પોલીસના ગળે ઉતરી નહીં એટલે પોલીસે ઇવા મોલ અને તેની આસપાસમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાની પુરતી ચકાસણી કરતા, રોહન એકલોજ રસ્તા પર ચાલતો નજરે પડ્યો હતો. જેથી પોલીસે ફરી રોહનને શાંતિપુર્ણ પુછપરછ કરતા તેણે હકીકત દર્શાવતા જણાવ્યું કે, મારા ઓનલાઇન ક્લાસ ચાલે છે, અને મારૂ હોમવર્ક બાકી રહીં ગયુ હતુ. જેથી ટીચર મારા મમ્મી-પપ્પાને મારૂ હોમવર્ક ઇનકમપ્લીટ હોવાની ફરીયાદ કરવાના હતા એટલે મેં આ કર્યું. જોકે રોહનની આ વાત સાંભળી પોલીસ કર્મીઓ તેને પુરતી સમજ આપી હવે પછી આવુ નહી કરવા જાણ કરી હતી.
રોહનનો આ કિસ્સો દરેક માતા-પિતા માટે એક દાખલા સમાન છે. બાળકોને તમારી બીક પેસી જાય એવા ક્યારેય કોઇ પગલા ભરવા નહીં, બાળકને શાંતિપૂર્ણ રીત સમજાવીને તેને સમજ પાડવાની જરૂર છે.
- ઓનલાઈન શિક્ષણનો ભાર સહન નહીં કરી શકનાર બાળકો તરફ માતા - પિતા વિશેષ ધ્યાન આપે તે જરૂરી.
- કોરોનાની મહામારી વચ્ચે સ્કૂલ કોલેજો બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણની પદ્ધતિ શરૂ કરાઇ છે.
- ઓનલાઇન શિક્ષણમાં કેટલીક જગ્યાએ છબરડા થતા હોવાની અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે.
- માંજલપુરમાં રહેતો 11 વર્ષનો બાળક એકા એક ઘર છોડી દેતા પિતાએ પોલીસને જાણ કરી હતી.
- થોડા સમય બાદ બાળક પરત ઘરે આવી પહોંચાત પોલીસે તેની પુછતાછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી