• માંજલપુર ડી-માર્ટમાં વડોદરારની પારુલ ઇન્સ્ટીટ્યુટમાં હોસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થીઓએ ચોરી કરી
  • બંને વિદ્યાર્થીઓ સાથે લાવેલા લેપટોપની બેગમાં ચીજ-વસ્તુ ચોરીને લઇ જતા હતા
  • સમગ્ર મામલે મંજાપુર પોલીસ મથકે ચોરી ની ફરિયાદ નોંધાઈ છે.

WatchGujarat. પારુલ ઇન્સ્ટીટ્યુટની હોસ્ટલમાં રહેતા બે વિધ્યાર્થીઓ મંજુલપુરમાં આવેલા સુપર માર્કેટમાં ડ્રાય ફ્રુટ અને કપડાની ચોરી કરતા ઝડપાઇ ગયા હતા. જે મામલે બે વિદ્યાર્થીઓ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સુપર સ્ટોરમાં આવનાર દરેક ગ્રાહોકો માટે એક નિયમ છે કે કોઈ ગ્રાહક સુપર સ્ટોરમાં કોઈ ચીઝ-વસ્તુની ખરીદી કરવા જાય છે, અને તે તેની સાથે કોઈ અન્ય બેગ પણ લઇ ને આવે છે. તો તે બેગને નિયમ અનુસાર ગ્રીન લોક (કેબલ ટાય) કરી ગ્રાહકને અંદર જવા દેવામાં આવે છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મંજલપૂર વિસ્તારમાં આવેલા સુપર સ્ટોર માં ગત રોજ એક છકરો અને એક છોકરી ખરીદી કરવા આવ્યા હતા. અને તે તેમની સાથે એક લેપટોપ બેગ પણ લાવ્યા હતા. જેથી નિયમ અનુસાર તે લેપટોપ બેગને ગ્રીન લોક (કેબલ ટાય) કરી દેવામાં આવી હતી. અને તે બંને ખરીદી કરવા સ્ટોરમાં પ્રવેશ્યા હતા. જેથી બંનેએ ખરીદી કરવાનો ઢોંગ કરી ઘણા સમય સુધી અલગ અલગ ભાગમાં  ફર્યા હતા. અને તે બાદ બહાર નીકળતા સમયે સિકયુરિટી ગાર્ડને તેમની ઉપર શંકા જતા તે બંને પાસે ચીજ વસ્તુ ખરીદી કાર્યનું બિલ માંગ્યું હતું. પરંતુ તે બંને પાસે કોઈ બિલ ન હોવાથી તેમની સાથે રહેલા લેપટોપ બેગને તપાસ કરતા અંદરથી સુપર માર્કેટ માંથી ચોરેલો માલ સામાન જેમકે બદામ, કાજુ, પિસ્તા, જીન્સ પેન્ટ, શર્ટ વગેરે મળી આવ્યા હતા. જે અંગે સુપર માર્કેટના સટાફ દ્વારા માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

આ બનાવ અંગ બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને પારુલ ઇન્સ્ટીટ્યુટની હોસ્ટેલ માં રહે છે. જેમાં છોકરાનું નામ જુઝર મુસ્તફા ચલ્લાવાલા મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી અને છોકરીનું નામ ઓમિલા નબા નાગબામ મૂળ મણિપુરની રહેવાસી, આમ આ બંને સુપર માર્કેટ માંથી કુલ 3463 હજારની કિંમતની ચીજ વસ્તુની ચોરી કરી હતી. જેને પગલે બંને વિરુદ્ધ મંજલપૂર પોલીસ મથકે ચોરીનો ગુનો દાખલ થયો છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તાપસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud