ગોરવા પોલીસે વાહન ચોરની ધરપકડ કરી 7 ગુનાનો ભેદ ઉકેલ્યો
વાહનમાં ગાડી મુકી જતા રહેનાર ચાલકો માટે ચેતવણી સમાન કિસ્સો
મોપેડ ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવતી
આધાર કાર્ડ આપી ચોરેલા વાહનો ગીરવે મૂકી દેવામાં આવતા
WatchGujarat. શહેરમાંથી વાહન ચોરી થવાની અસંખ્યા પોલીસ ફરીયાદો રોજે રોજ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ રહીં છે. ત્યારે વાહન ચોરી અટકાવવા માટે ગોરવા પોલીસે વેષ પલ્ટો કરી એક વાહન ચોરની ધરપકડ કરી છે. મોજ શોખ પુરા કરવા માટે મોપેડની ચોરી કરી વાહન ચોર તેને ગીરવે મૂકી દેતો હોવાનુ પોલીસ સમક્ષ કબુલાત કરી છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી ચોરીના 7 મોપેડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગૃ. હાઉસીંગ બોર્ડની કૈલાશધામ સોસા.માં રહેતો અજીત ઉર્ફે અજય રમેશભાઇ પાટણવાડીયાએ બે મહિના અગાઉ લગ્ન કર્યા હતા. અજીત તેની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. નોકરી ધંધો ન હોવાથી વાપરવા માટે રૂપિયા ન હતા. જેથી કામ ધંધો શોધવાને બદલે અજીતએ વાહન ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો. ગોરવા તેમજ ગોત્રી વિસ્તારની ભરચક જગ્યાએ પહોંચી વાહનોની ચોરી કરતો હતો. આમ વિસ્તારમાં એકા એક વાહન ચોરી ફરીયાદો વધતા ગોરવા પોલીસ એક્શનમાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ચોરીના વાહન એક સાથે એક શખ્સ ગોરવા દશામાતા મંદિર પાસેથી પસાર થવાનો છે.
બાતમીના આધારે પોલીસ વેશ પલ્ટો કરી દશામાતા મંદિર પાસે વોચમાં હતી. તેવામાં ચોરીના વાહન સાથે નિકળેલા શખ્સને પોલીસ અટકાવી તેની પુછતાછ કરતા પોતાનુ નામ અજીત ઉર્ફે અજય પાટણવાડીયા હોવાનુ જણાવ્યું હતુ. ગાડીના કાગળીયા અંગે પોલીસે પુછપરછ કરતા તેને ગલ્લાતલ્લા કરવાનુ શરૂ કર્યું હતુ. જેથી પોલીસે તેની કડકાઇથી પુછતાછ કરતા 7 ચોરીની મોપેડનો ભેદ ઉકેલાયો હતો.
આ અંગે ગોરવા પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, અજીત મોજ શોખ પુરા કરવા માટે વાહનોની ચોરી કરતો હતો. બે મહિના અગાઉ જ તેના લગ્ન થયા અને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ગોરવા તેમજ ગોત્રી વિસ્તારમાં ભરચક જગ્યાએ પહોંચી જતો અને ત્યાં કોઇ ચાલક વાહનમાં ગાડી ભૂલી ગયો હોય તેવી ગાડી નજરે ચઢતા તેને ચોરી કરી નંબર પ્લેટ કાઢી લેતો હતો. તથા તક મળતા જ લોક કરેલી મોપેડમાં માસ્ટર કી નાખી તે પણ ચોરી લેતો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું કે, મોપેડની ચોરી કર્યા બાદ પોતાનુ આધાર કાર્ડ આપી વાહનો ગીરવે મૂકી દેતો અને જે રૂપિયા મળે તેમાંથી પોતાના મોજ શોખ પુરા કરતો હતો. પોલીસે ગોરવા, ગોત્રી અને કરજણ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી 7 મોપેડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.