• નવાપુરા, રાવપુરા, ગોત્રી અને જે.પી. રોડ પોલીસ મથકમાં નોંધાયેલાં પ્રોહીબીશનના 90 ગુનાનાં મુદ્દામાલનો નાશ કરાયો.
  • ચીખોદરા ગામની સીમમાં અંગ્રેજી દારૂ અને બીયરના જથ્થા પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું.

Watch Gujarat. શહેરના 4 પોલીસ મથકોમાં વર્ષ 2019 – 20 દરમિયાન નોંધાયેલા પ્રોહિબિશનના કુલ 90 ગુનામાં પકડાયેલાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના મુદ્દામાલનો આજરોજ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

દારૂબંધીનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચોક્કસ બાતમીને આધારે કડક કાર્યવાહી કરીને બૂટલેગરોને ઝબ્બે કરવામાં આવતાં હોય છે. વર્ષ 2019 – 2020 દરમિયાન નવાપુરા, રાવપુરા, ગોત્રી અને જે.પી. રોડ પોલીસ મથકમાં પ્રોહિબિશનના કુલ 90 ગુનાઓ નોંધાયા હતાં. દારૂબંધીનું ઉલ્લંઘન કરવાના 90 ગુનાઓમાં ચારેય પોલીસ મથક મળીને રૂ. 10 લાખથી વધુની કિંમતની 4 હજાર જેટલી બાટલીઓ પકડી પાડવામાં આવી હતી.

પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા મુદ્દામાલનો નાશ કરવા માટે આજરોજ ચીખોદરા ગામના સીમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ચારેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના બંદોબસ્ત સાથે મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા રૂ. 10,68,771ની કિંમતની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ – બિયરની કુલ 4141 નંગ બાટલીઓ પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud