• ટ્રફિકના નિયમોના ભંગ બદલ કરવામાં આવતો દંડની વસૂલાત હવે પોલીસ ડિજિટલ માધ્યમથી કરશે
  • વડોદરા ટ્રાફિક પોલીસના જવાનો હવે POS (પોઇન્ટ ઓફ સેલ) મીશનથી પણ દંડની વસૂલાત કરી શકશે
  • સરકારની આ પહેલથી ટ્રાફિક પોલીસના કામમાં અને પારદર્શિતા અને ઝડપ આવશે

WatchGujarat. વાહન ચાલકો જ્યારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો પોલીસ તેમને રોકીને દંડ ફટકારતી હોય છે. દંડ ન ભરવો પડે એટલે વાહન ચાલકો રોકડા રૂપિયા નથી જેવા અનેક બહાના કહીને દંડ ભરવાથી છુટવાના પ્રયાસો કરતા હોય છે. સમય સાથે હવે વડોદરાની પોલીસ ડિજીટલ બનતા, હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડની ચુકવણી ઓનલાઇન પેમેન્ટ સીસ્ટમથી રીસીવ કરવા સક્ષમ બની છે.

પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરવામાં આવે છે. ટ્રાફીકના પોઇન્ટ પર રહીને પોલીસ જવાનો દ્વારા ટ્રાફીકના નિયમોનું નિયમન કરવામાં આવે છે. કેટલીક વખત વાહન ચાલકોને રોકીને તેમની પાસે લાયસન્સ સહિતના જરૂરી કાગળીયા છે કે નહિ તેની ચકાસણી પણ કરવામાં આવે છે. જો કોઇ વખત જરૂરી નિયમોનું પાલન કરવામાં ન આવે તે પોલીસ ચાલકને દંડ પણ ફટકારે છે. પોલીસના દંડથી બચવા માટે સૌથી સરળ બહાનું એ છે કે, સાહેબ દંડ ભરવા માટે જરૂરી પૈસા નથી. જો કે, હવે આ બહાનું જુનું થયું છે. હવે વડોદરાની પોલીસ સ્માર્ટ બની દંડની રકમ ડિજીટલી પણ સ્વિકારવા સજ્જ થઇ છે.

શનિવારે ઇ ગવર્નન્સના ભાગ રૂપે શહેર ટ્રાફિક પોલીસને રકમના પૈસા ડિજીટલી સ્વિકારવા માટે વિશેષ સુવિધા સાથે સજ્જ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગ દ્વારા ડિજીટલ સેવાઓને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. એસબીઆઇ બેંક સાથે મળીને ટ્રાફીક પોલીસને 120 પીઓએસ મશીન (પોઇન્ટ ઓફ સેલ) મશીન ફાળવવામાં આવ્યા હતા.

કયા કયા માધ્યમથી ડિજીટલ પેમેન્ટ સ્વિકારાશે

શહેરના ટ્રાફિક પોલીસને આપવામાં આવેલા પીઓએસ મશીનથી ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ, યુપીઆઇ, ક્યુઆર કોડ અને ભીમ એપ્લીકેશનથી ચુકવણી કરી શકાશે. હવે જો કોઇ ટ્રાફિકના નિયમો બદલ દંડ ચુકવવા પૈસા નથી તેવું બહાનું આપશે તો પોલીસ તેને પૈસા ચુકવવા માટે અનેક વિકલ્પ આપી શકશે. વડોદરાની સ્માર્ટ પોલીસ ટેકનોલોજીના સહારે દંડની પારદર્શિતા સાથે અને ઝડપી ચુકવણી થાય તેવા પ્રયાસો કરી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud