• કોરોના બાદ હવે અન્ય રોગ લોકોને ભયના ભરડામાં લઇ રહ્યો છે
  • કેટલાક કિસ્સામાં રાત્રે સપનામાં હોસ્પિટલ દેખાય તો કેટલાક લોકો એમ્બ્યુલન્સનો અવાજ સાંભળીને વિચારે ચઢી જાય છે
  • પરિવાજરનો અને સાયકોલોજીકલ કાઉન્સિલરની મદદથી ભયની પરિસ્થીતીમાંથી બહાર આવવું શક્ય છે
  • લોકોએ જીવન સારી રીતે જીવવા માટે જરૂરી હોય તેટલી જ માહિતી રાખવી જોઇએ – ડો. ઉત્કર્ષ ગાંગેરા

WatchGujarat.  કોરોનાએ ભારે સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે. રાજ્ય સહિત દેશમાં હાલ કોરોનાની સ્થિતી સહેજ કાબુમાં આવી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ત્યારે હવે કોરોનાથી રીકવર થયેલા લોકોમાં મહામારી બાદ ફાટી નિકળેલા એક રોગનો ભય સતત સતાવી રહ્યો છે. ભય એ હદે પરેશાન કરે છે કે, કેટલાક લોકોને સપનામાં પણ હોસ્પિટલ જ દેખાય છે. જો કોઇ વ્યક્તિ આ હદે રોગના ભયથી અસરગ્રસ્ત હોય તો તેનું સાયકોલોજીકલ કાઉન્સિલીંગ કરાવવું જોઇએ તેવો તજજ્ઞોનો મત છે.

ડો. ઉત્કર્ષ ગાંગેરા

બીનજરૂરી માહિતી એકત્ર થયા બાદ રોગ તેમને થશે તો તેવા ભયના ઓથા હેઠળ લોકો જીવી રહ્યા છે

સમગ્ર મામલે watchgujarat.com સાથે વાત કરતા સાયકોલોજીકલ કાઉન્સિલર ડો. ઉત્કર્ષ ગાંગેરાએ જણાવ્યું હતું કે, કોરોના બાદ હવે લોકોમા મ્યુકરમાયકોસીસ ફંગસનો ભય ઘર કરી રહ્યો છે. હાલ અનેક ભયગ્રસ્ત લોકો સાયકોલોજીકલ થેપારી લઇ રહ્યા છે. કોરોનાથી સાજા થયેલા કેટલાક લોકોમાં મ્યુકરમાયકોસીસ થયાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમ કોરોનના કાળમાં લોકો અનેક માધ્યમોથી માહિતી એકત્ર કરી એક્સપર્ટ બનવાના ચક્કરમાં જાતે જ ઉભા કરેલા ડરના વાતાવરણમાં ફસાયા હતા, તેમ જ હવે મ્યુકરમાયકોસીસમાં થઇ રહ્યું છે. લોકો મ્યુકરમાયકોસીસની બીનજરૂરી માહિતી અનેક સ્ત્રોતથી એકત્ર કરી રહ્યા છે. અને માહિતી એકત્ર થયા બાદ રોગ તેમને થશે તો તેવા ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.

વારે વારે વિચારે ચઢી જવાય તો સાયકોલોજીકલ થેરાપી શરૂ કરવી જોઇએ

ડો. ઉત્કર્ષ ગાંગેરાએ વધુમાં જણાવ્યું કે, કોરોનાથી સાજા થયેલા એક દર્દીતો એટલી હદ સુધી ડરી ગયા છે કે કેટલીક વખત તેમને રાત્રે સપનામાં હોસ્પિટલ જ દેખાય છે. તેઓ હોસ્પિટલમાં એકલા કોઇ રોગની સારવાર લઇ રહ્યા છે. અને તેમની આપસાપ કોઇ જ નથી. આટલું દેખાયા પછી તેમની ઉંઘ ઉડી જાય છે. અને તેઓ જાગી જાય છે. તથા ત્યાર બાદ તેઓ વિચારે ચઢી જાય છે. આવું અનેક વખત થતા પરિવારજનોએ તેમની સાયકોલોજીકલ થેરાપી શરૂ કરાવી હતી. હવે ધીરે ધીરે તેઓ સ્થિર થવા તરફ આગળ વધી રહ્યા છે.

 

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ અનેક રીતે બિનજરૂરી માહિતી એકત્ર કર્યા બાદ જાતે જ પરેશાન થઇ રહ્યા છે

ડો. ઉત્કર્ષ ગાંગેરાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાથી સાજા થયેલા અન્ય એક દર્દીને હવે એમ્બ્યુલન્સના અવાજથી બીક લાગે છે. રસ્તામાં કોઇ જગ્યાએથી તેઓ પસાર થાય અને જો કોઇ એમ્બ્યુલન્સ હુટર વગાડતી તેમની નજીકથી પસાર થઇ જાય તો તેઓ શું કોઇ મારૂ જાણીતું વ્યક્તિતો આ એમ્બ્યુલન્સમાં તો નથી ને તેવા વિચારે ચઢી જાય છે. અને માનસીક તણાવનો અહેસાસ કરે છે. આમ, કોરોનાથી સાજા થયેલા દર્દીઓ અનેક રીતે બિનજરૂરી માહિતી એકત્ર કર્યા બાદ જાતે જ પરેશાન થઇ રહ્યાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવા કિસ્સાઓમાં પરિવાજરનો અને સાયકોલોજીકલ કાઉન્સિલરની મદદથી પરિસ્થીતીમાંથી બહાર આવવું શક્ય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

મનમાં સતત એક જ વિચારને વાગોળવાથી તે મજબુત થાય છે

ડો. ઉત્કર્ષ ગાંગેરાએ સ્થિતીના સમાધાન અંગે વાત કરતા જણાવ્યું કે, કોરોના અથવા મ્યુકરમાયકોસીસની સારવાર કરવા માટે સક્ષમ ડોક્ટરો શહેરમાં છે. તે રોગો થઇ જાય તો આપણે કશું કરી શકવાના નથી. રોગ ન થાય તે માટે આપણે કાળજી રાખી શકીએ. અને રાખવી જ જોઇએ. મનમાં સતત એક જ વિચારને વાગોળવાથી તે મજબુત થાય છે. તેની જગ્યાએ દિવસ ભર અલગ અલગ એક્ટીવીટીમાં મન પરોવવું જોઇએ. કોઇ પણ રોગ સામે બિનજરૂરી માહિતી એકત્ર કરવાથી કોઇ ફાયદો નથી. જીવન સારી રીતે જીવવા માટે જરૂરી હોય તેટલી જ માહિતી રાખવી જોઇએ. જો કોઇ કિસ્સામાં એવું જણાય કે, સતત એક જ વિચાર આવ્યા બાદ ઉદાસીનતાનો અહેસાસ થાય છે તો તુરંત પરિવારજનો અથવાતો સાયકોલોજીકલ કાઉન્સિલરનો સંપર્ક કરો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud