કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પોલીસ જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે ત્યારે બુટલગરો જાણે મોજમાં આવી ગયા છે.
વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાઘોડીયાથી દારૂ ભરીને આવતી બે કાર ઝડપી પાડી
કારમાંથી દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી
WatchGujarat. કોરોનાની હાલ ચાલી રહેલી કપરી પરિસ્થિતિ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ વ્યસ્ત છે. તેવી પરિસ્થિતિ વચ્ચે જાણે બુટલેગરોને ખુલ્લો દોર મળી ગયો હોય તેવુ લાગી રહ્યું છે. બુટલેગરો દ્વારા અવનવા નુશકા અપનાવી શહેરમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે કારમાં દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોની ઝડપી પાડ્યાં છે.
https://youtu.be/SpkUor59xI8
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વાઘોડીયા માડોધર રોડ પરથી બે શખ્સો બે જુદી જુદી કારમાં દારૂનો જથ્થો લઇ વડોદરા શહેર તરફ આવી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વાઘોડીયા ટાઉન સ્થિત એન.જી સ્કૂલ પાસે કાર પહોંચતા તેને રોકવામાં આવી હતી. કારમાં હાજર શખ્સની પુછતાછ કરતા તેણે પોતાનુ નામ બળવંત ડામોર જણાવ્યું હતુ, પોલીસે કારમાં તપાસ કરતા પહેલા તો કંઇ મળી આવ્યું ન હતુ. જોકે ભેજાબાજ બુટલેગરે કારના બોનેટમાં દારૂ સંતાડ્યો હોવાથી પોલીસે બોનેટ ખોલતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દરમિયાન બાતમી મુજબની બીજી પણ કાર આવી પહોંચતા પોલીસે તેની પણ તપાસ કરતા બોનેટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ પોલીસે બે બે જુદી જુદી કારમાંથી દારૂના જથ્થા સાથે બળવંત ડામોર અને રાજુ ડામોર બન્ને (રહેં. લીમખેડા, દાહોદ)નાઓની ધરપકડ કરી દારૂના જથ્થા સાથે કુલ રૂ. 3,52,910નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.