• વડોદરા સહિત અનેક શહેરોને ટેકનોલોજીના ઉપયોગથી વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યા છે
  • શહેરમાં પીવાના પાણી, રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ હાલ પણ યથાવત છે
  • ગોરવા આઇટીઆઇ રોડ પર આવેલા રિદ્ધી – સિદ્ધી મંદિર પાસેની ઘટના
  • રાત્રે નોકરી પર જતી વેળાએ સર્જાયો અકસ્માત
  • મૃત્યુ પામનાર બાઇક ચાલક ચાલુ બાઇકે ફોન પર વાત કરી રહ્યા હતા. દરમિયાન અચાનક બંપર આવી જતા ચાલકે કાબુ ગુમાવતા રોડ પર પટકાયા – અજયભાઇ ડાભી

Watchgujarat. કેન્દ્ર સરકાર દ્વારા શહેરોનો વિક્સાવવા માટે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ લાગુ કર્યો હતો. રાજ્યમાં વડોદરા મળીને કુલ ચાર શહેરોને સ્માર્ટ સીટીમાં સમાવવામાં આવ્યા છે. પરંતુ સ્થાનિક કક્ષાએ જે પ્રકારે વહીવટ થઇ રહ્યો છે તે તંત્ર ઓવર સ્માર્ટ હોવા તરફ ઇશારો કરે છે. ગત રાત્રીએ હાઇટેન્શન રોડ પર ગટરનું ઢાંકણું બંધ નહિ કર્યું હોવાને કારણે બાઇક સ્લિપ થઇ હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અગાઉ પાલિકા તંત્રના ગેરવહીવટના અનેક ઉદાહરણો સામે આવી ચુક્યા છે. સમગ્ર શહેર પર જેણે દેખરેખ રાખવાની જવાબદારી છે તેવા મેયરના વોર્ડમાં જ તંત્રની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે.

વડોદરા સહિત અનેક શહેરોને ટેકનોલોજીના ઉપયોગથી વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યા છે. કેટલીક હદ સુધી શહેરના વહીવટી તંત્રમાં ટેકનોલોજીનો સફળતા પુર્વક થઇ પણ રહ્યો છે. પરંતુ તેની સામે સ્થાનિક વહીવટી તંત્રનો ગેરવહીવટ પણ સામે આવતો હોય છે. શહેરમાં પીવાના પાણી, રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ હાલ પણ યથાવત છે. તેવા સમયે પાલિકા તંત્રની બેદરકારી વધુ એક વખત છતી કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે પાલિકા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકે જીવ ગુમાવ્યો તેવું કહેવામાં કશું ખોટું નથી.

જે જગ્યાએ અકસ્માત થયો છે, તે વોર્ડ મેયરનો છે. સમગ્ર શહેર પર વિકાસના કામોની દેખરેખ રાખવાની જવાબદારી મેયર પર હોય છે. મેયરના પોતાના વોર્ડમાં જ જો આ પ્રકારની બેદરકારી સાથે કામ કરવામાં આવતું હોય તો શહેરમાં ચાલતા વિકાસની કામગીરી પર દેખરેખનો અંગેનો અંદાજો લગાડી શકાય છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સુભાનપુરા વિસ્તારમાં પ્રવિણભાઇ નારાયણભાઇ ચૌહાણ (રહે – સંતોષનગર, હાઇટેન્શન રોડ) તેમના પરિવાર સાથે રહેતા હતા. અને તેઓ રણોલી ખાતે નોકરી કરતા હતા. ગત રાત્રીના રોજ સાડા દસ વાગ્યાની આસપાસ રણોલી ખાતે આવેલી કંપનીમાં બાઇક પર કામ કરવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન પ્રક્રૃતિ એમ્પાયર, ગોરવા આઇટીઆઇ રોડ પર આવેલા રિદ્ધી – સિદ્ધી મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઇક સ્લિપ થઇ ગઇ હતી. અને તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. સ્લિપ થવાને કારણે ગંભીર રીતે ઘવાયેલા પ્રવિણભાઇનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે સ્માર્ટ સીટીના ઓવર સ્માર્ટ શાસકો દ્વારા સ્થળ પર ગટરની કામગીરી ચાલી રહી હતી. ગટરની કામગીરીને લઇને તેનું ઢાંકણું ખુલ્લું હતું. દરમિયાન રાત્રે વિસ્તારમાંથી પસાર થઇ રહેલા પ્રવિણભાઇને ઢાંકણાથી બચવા માટેના પ્રયાસો કરવા જતા બાઇક સ્લિપ થઇ હતી. અને તેઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિકોના લોકટોળા સ્થળ પર એકત્ર થયા હતા. ઘાયલને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે બનાવની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતહેદનો પોસ્ટ મોર્ટમ અર્થે કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનના PI આર. કનામીયાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. તાપસ બાદ મામલો સ્પષ્ટ થશે.

સમગ્ર ઘટનાને નજરે જોનાર સ્થાનિક રહીશ અજયભાઇ ડાભીએ watchgujarat.com  સાથે વાત કરતા જણાવ્યું કે, ઘટનામાં મૃત્યુ પામનાર બાઇક ચાલક ચાલુ બાઇકે ફોન પર વાત કરી રહ્યા હતા. દરમિયાન અચાનક બંપર આવી જતા ચાલકે કાબુ ગુમાવતા રોડ પર પટકાયા હતા. જેથી તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 બોલાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud