શહેરમાં ધોધમાર વરસાદ વરસે કે સામાન્ય રસ્તા પર પાણી ભરાવુ સામાન્ય બાબત બની ગઇ છે.
લાંબા સમય સુધી વરસાદ વરસે તો સ્માર્ટ સિટીના રાજ માર્ગો પર પુર જેવી સ્થિતિ સર્જાય જાય છે
રસ્તા પર ભરાયેલા વહેલી તકે નિકાલ થાય તે માટે સફાઇ કર્મચારીઓ સતત પ્રયાસો કરતા રહે છે.
કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓ પાસેથી સ્માર્ટ સિટીના ઠેકેદારોએ શીખ લેવા જેવી છે.
વડોદરા. ચોમાસુ શરૂ થતાં મેઘરાજાની સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ત્યારે સ્માર્ટ સિટી વડોદરાની વાત કરવામાં આવે તો, તાજેતરમાં જ સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા દેશમાં 10 ક્રમાંકે આવ્યું છે. જેનો તાજ સ્માર્ટ સિટીના ઠેકેદારોએ પોતાના સીરે પહેરી લીધો છે. પરંતુ શહેરને ગંદકી મુક્ત રાખવા પાછળ સફાઇ કર્મચારીઓ સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. જેનુ ઉત્તમ ઉદાહરણ આ વિડિઓમાં જોવા મળી રહ્યું છે. જો આજ રીતે સ્માર્ટ સિટીના દરેક ઠેકેદારો ફરજપરસ્ત થઇ પોતાનુ કામ કરે તો વડોદરા ખરે ખર સ્માર્ટ કહેવાના લાયક બની શકે છે.
છેલ્લા 15 દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે એક તબક્કો તો શહેરના માથે પુરનુ સંકટ તોળાઇ રહ્યું હતુ. જોકે વરસાદે વિરામ લેતા આ સંક્ટ ટળી ગયુ હતુ. પરંતુ ફરી વખત મેઘરાજાએ પધરામણી કરતા આજે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. જેથી મ્યુનિસીપલ કોર્પોરેશનની પ્રી-મોનસુન કામગીરીના ધજાગ્રા ઉડી ગયા છે. છતાય એસી કેબીનમાં બીરાજતા સ્માર્ટ સિટીના ઠેકેદારોના પેટનુ પાણી સુદ્ધા હલતુ નથી.
વડોદરામાં રસ્તાઓ પર ખાડા-ભુવા પડવા અને વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાવવા સ્માર્ટ સિટીના ઠેકેદારો માટસામાન્ય બાબત બની ગઇ છે. જોકે શહેરીજનોને પડતી મુશ્કેલીઓનુ ખરા અર્થમાં નિરાકરણ લાવનાર સ્માર્ટ સિટીના ઠેકેદારો નહીં પરંતુ સફાઇ કર્મચારીઓ છે. જે આ વિડિઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વિડિઓ અમારા વાચક ઉર્વીશ પારેખ દ્વારા મોકલવામાં આવ્યો છે. વિડિઓમાં દેખાતા દ્રશ્યો આજે સવારે 9 વાગે છાણી જકાતનાકા પાસેની બેન્ક ઓફ બરોડાના છે. જ્યાં વિસ્તારના રહીશોને પડતી હાલાકી જોઇ ઉકેલવા ધોધમાર વરસાદમાં મ્યુનિસીપલ કોર્પોરેશનનો એક સફાઇ કર્મચારી ડ્રેનેજના ઢાકણ પર જમાં થયેલો કચરો સાફ કરી પાણીનો નિકાલ કરતો નજરે પડે છે.
https://youtu.be/A8OF5t_9Qrs
- શહેરમાં ધોધમાર વરસાદ વરસે કે સામાન્ય રસ્તા પર પાણી ભરાવુ સામાન્ય બાબત બની ગઇ છે.
- લાંબા સમય સુધી વરસાદ વરસે તો સ્માર્ટ સિટીના રાજ માર્ગો પર પુર જેવી સ્થિતિ સર્જાય જાય છે
- રસ્તા પર ભરાયેલા વહેલી તકે નિકાલ થાય તે માટે સફાઇ કર્મચારીઓ સતત પ્રયાસો કરતા રહે છે.
- કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓ પાસેથી સ્માર્ટ સિટીના ઠેકેદારોએ શીખ લેવા જેવી છે.