દહેજ બંદરથી 136 KM દૂર વિશ્વની સૌથી ઊંચી લોહપુરુષની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સાયકલોન ઇમપેક્ટ
કોરોનામાં હાલ મુસાફરો અને ટ્રેનોનું ઓપરેશન નહિ હોવાથી કોઈ દુર્ઘટના નહિ
તેજગતિએ ફૂંકાતા પવનોએ અત્યંત ઉંચાઈ પર ડોમ ટાઈપ બનાવેલા વિશાલ શેડ પર લગાવેલી પ્લેટો હવામાં ફંગોળી
24 મહિનાના ટૂંકા ગાળામાં જ ₹20 કરોડના ખર્ચે વર્લ્ડ કલાસ બનેલા રેલવે સ્ટેશનના એલિવેશન ડોમને વાવાઝોડાએ હચમચાવી દીધું
Watchgujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU દેશના પહેલા ₹20 કરોડના ખર્ચે 24 મહિનામાં આકાર પામેલા વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનના શેડ પર લગાવેલી 50 થી 60 પ્લેટો સોમવારે સવારે તૌકતે વાવાઝોડાની અસરને પગલે ફૂંકાયેલા તેજ પવનોને કારણે ટપોટપ ઉખડીને 300 ફૂટ નીચે પડી હતી.
https://youtu.be/VXBDZMru8J0
ભરૂચના જિલ્લાના 122 કિલોમીટર લાંબા દરિયા કાંઠા સાથે નદી કિનારાના વિસ્તારોમાં અરબી સમુદ્રમાં હિલોળા લઈ આગળ વધી રહેલા તૌકતે વાવાઝોડાએ રવિવારથી જ તેની પ્રતિકૂળ અસરો વચ્ચે તાકત બતાવવાની શરૂ કરી દીધી હતી.
સોમવારે સવારે તૌકતેની તાકાત અને અસર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOU સુધી પણ પહોંચી ગઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વિસ્તારમાં વાવાઝોડાએ તેની હાજરી નોંધવતા દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ કેવડિયા રેલવે સ્ટેશનના એલિવેશન ડોમ ઉપર લગાવેલી પ્લેટો ટપોટપ ઉડી હતી.
કેવડિયા SOU ગ્રીન બિલ્ડીંગ દેશનું પ્રથમ બિલ્ડીંગ 24 મહિનાના ટૂંકા ગાળામાં કોરોના કાળ વચ્ચે ₹20 કરોડના ખર્ચે તૈયાર કરી તેનું વર્ચ્યુલ લોકાર્પણ તાજેતરમાં જ PM નરેન્દ્ર મોદી દ્વારા કરાયું હતું. દહેજ બંદર થઈ 136 KM દૂર આવેલા કેવડિયા SOU રેલવે સ્ટેશને સોમવારે સવારે વાવાઝોડાએ પોતાની હાજરી નોંધાવી હતી.
સોમવારે વાવાઝોડાની અસર હેઠળ તોફાની પવનો ફૂંકાતા કેવડિયા રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ઉપર 300 ફૂટથી વધુની ઊંચાઈ એ બનાવેલા એલિવેટેડ વિશાળ ડોમ (શેડ) ને નુકશાની પોહચી હતી. શેડને આકર્ષક અને ડિઝાઇન સાથે લુક આપતી પ્લેટો તોફાની પવનોને કારણે ઉખડીને ધડાધડ નીચે પડવા લાગતા સ્ટેશન પર હાજર સ્ટાફમાં ભય ફેલાયો હતો.
જોકે હાલ કોરોનાના કારણે ટ્રેનોનું ઓપરેશન બંધ હોય સ્ટેશન પર ઉભી રહેલી એક ટ્રેન વચ્ચે શેડની એક બાદ એક 50 થી 60 પ્લેટો 300 ફૂટ નીચે ટ્રેન, પ્લેટફોર્મ અને ટ્રેક ઉપર પડી હતી. આખો શેડ જોતજોતામાં હાડ પિંજર સમાન બની ગયો હતો. રેલવે એ પ્લેટો પડવાથી કોઈ ખાસ નુકશાન થયું નથી તેમ જણાવી હાલ મુસાફરો અને સંચાલન ન હોય દુર્ઘટના ટળી હોવાનું કહ્યું હતું. વાવાઝોડાનું સંકટ તળિયા બાદ શેડનું સમારકામ હાથ ધરવામાં આવશે.