• એસએસજી હોસ્પિટલ, ગોત્રી મેડીકલ કોલોજ અને સમરસ હોસ્ટેલમાં ચાલતા કોવિડ કેર બહાર દર્દીઓને સગાઓને કાળઝાળ ગરમીમાં લિંબુનું શરબત, જમવાનું અને પીવાનું પાણી ટીમ રીવોલ્યુશન દ્વારા પુરૂ પડાય છે
  • ટીમ રીવોલ્યુશનના નિરવ ઠક્કર દર્દીના સગાની સેવા કરવાની સાથે હવે એસએસજી હોસ્પિટલમાં જરૂરીયાતમંદ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે
  • વૃદ્ધાની વધુ સેવા કરવા માટે અમારી ટીમે 181 અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો
  • વૃદ્ધાને રહેવા માટે કોઇ શેલ્ટરમાં એડમીશન મળે તેવા પ્રયાસો ચાલુ

WatchGujarat. મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ગણાતી એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. એસએસજી હોસ્પિટલમાં એક જગ્યાએ અશક્ત વૃદ્ધાને ફાટેલા કપડા સાથે જોઇને સેવાભાવી યુવાન નિરવ ઠક્કરે 181 અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. નિરવ ઠક્કરે વૃદ્ધા માટે નવા કપડા અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. વૃદ્ધાએ આશિર્વાદ આપતા કહ્યું કે, ભગવાન તારૂ ભલું કરે, દિકરા

કોરોના કાળમાં શહેરમાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં ડેડીકેટેડ કોવિડ કેર શરૂ કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી વેવમાં બંને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસ ફુલ થતા જ સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. એસએસજી હોસ્પિટલ, ગોત્રી મેડીકલ કોલોજ અને સમરસ હોસ્ટેલમાં ચાલતા કોવિડ કેર બહાર દર્દીઓને સગાઓને કાળઝાળ ગરમીમાં લિંબુનું શરબત, જમવાનું અને પીવાનું પાણી ટીમ રીવોલ્યુશન દ્વારા પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

ટીમ રીવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, નિરવ ઠક્કર સહિતના વોલંટીયર્સ છેલ્લા 44 દિવસથી પણ વધુ સમયથી દર્દીઓના સગાઓની સેવા કરી રહી છે. ટીમ રીવોલ્યુશનના નિરવ ઠક્કર દર્દીના સગાની સેવા કરવાની સાથે હવે એસએસજી હોસ્પિટલમાં જરૂરીયાતમંદ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. ગત રોજ એસએસજી હોસ્પિટલમાં અશક્ત વૃદ્ધાને જોતા જ નિરવ ઠક્કર તેમની સેવા મટે દોડી ગયા હતા.

સમગ્ર ઘટના અંગે માહિતી આપતા નિરવ ઠક્કરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, અમારી ટીમ એસએસજી હોસ્પિટલમાં જમવાનું અને લિંબુના શરબતની સેવા આપી રહી હતી ત્યારે અચાનક મારી નજર ખુણામાં બેસી રહેલા નિસહાય અશક્ત વૃદ્ધા પર પડી હતી. તેમની કપડા ફાટેલા હોવાને કારણે અમારી ટીમે તાત્કાલીક વૃદ્ધા માટે નવા કપડાની વ્યવસ્થા કરી હતી.

નિરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, વૃદ્ધાની વધુ સેવા કરવા માટે અમારી ટીમે 181 અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમના મહિલા સભ્યએ પહોચીને અશક્ત વૃદ્ધાને નવડાવીને તેમને નવા કપડા પહેરાવ્યા હતા. અને તેમને જમવાનું જમાડ્યું હતું. નવા કપડા અને જમવાનું મળતા જ વૃદ્ધાએ આશિર્વાદ આપતા મારા માથે હાથ મુકી દીધો હતો. અને ધીમા અવાજે કહ્યું કે, ભગવાન તારૂ ભલુ કરે, દિકરા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

નિરવ ઠક્કરે ઉમેર્યું કે, અમારી ટીમ અને 181 અભયમની ટીમ દ્વારા અશક્ત વૃદ્ધાની સેવા કરી હતી. હાલ વૃદ્ધાને રહેવા માટે કોઇ શેલ્ટરમાં એડમીશન મળે તેવા પ્રયાસો એનજીઓની મદદથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતીએ કોઇ જગ્યાએથી સકારાત્મક જવાબ મળી રહ્યો નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud