• શહેરના કાલાઘોડા સર્કલ પાસે સવારે અને રાત્રીના સમયે પોલીસને ચાંપતો પહેરો હોય છે
  • ગતરોજ રાત્રીના સમયે કાલાઘોડા સર્કલ પાસે આવેલા શિવજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી
  • નાગરીકો પર કાયદાનું પાલન કરાવવવામાં સફળ પોલીસ ચોરી રોકવામાં નાકામ

Watchgujarat. વડોદરા સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા કોરોના નાથવા માટે રાત્રી કર્ફ્યુની અમલવારી કરવામાં આવી રહી છે. શહેરમાં કાલાઘોડા સર્કલ પાસે પોસીલનો ચાંપતો પહેરો હોય છે તેવી જગ્યાએ આવેલા મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેને લઇને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે. રાત્રી કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરી અથવાતો ડીજે પાર્ટી કરવામાં આવે તો જે તે વિસ્તારની પોલીસ સામે નાગરીકોની જેમ કાર્યવાહી કરવામાં આવતી નથી.

શહેરના કાલાઘોડા સર્કલ પાસે સવારે અને રાત્રીના સમયે પોલીસને ચાંપતો પહેરો હોય છે. તેમ છતાં ગતરોજ રાત્રીના સમયે કાલાઘોડા સર્કલ પાસે આવેલા શંકરભગવાનના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. કાલાઘોડા સર્કલ થઇને કમાટીબાગ તરફ જવાના રસ્તે કોર્નર પર શંકર ભગવાનનું મંદિર આવેલું છે. મંદિરમાં મુકી રાખવામાં આવેલી દાનપેટીની ચોરી થયાની વાત સામે આવી છે.

જે જગ્યાએ પોલીસનો ચાંપતો પહેરો હોય ત્યાં મંદિરમાં ચોરી થવાની ઘટનાને પગલે રાત્રી કર્ફ્યુમાં પણ ચોરોના હોંસલા કેટલા બુલંદ છે તેનો અંદાજો લગાડી શકાય છે. હવે ચોરીની ઘટના બાદ પોલીસ કેટલા સમયમાં ચોરો સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જો કે, રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરીની અનેક ઘટનાઓ અગાઉ પણ સામે આવી હતી. રાત્રી કર્ફ્યુમાં ચોરાની ઘટનાઓ વારંવાર સામે આવવાથી પોલીસ માત્ર નાગરીકો પર કાયદાનું પાલન કરાવવામાં સફળ રહી હોવાનું અને ચોરો પર લગામ કસવામાં નિષ્ફળ રહી હોવાનો અંદાજો સ્પષ્ટ પણે લગાડી શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud