• મંદિરમાં પરંપરાગત રીતે વર્ષોથી શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો દેવપોઢી અગિયારસે વરઘોડો કાઢવામાં આવે છે
  • આવતી કાલે યોજાશે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 212મો વરઘોડો
  • કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર મંદિર પરિસરમાં વરઘોડો પૂરો કરવાનો નિર્ણય લેવાયો

 

WatchGujarat. વડોદરાના વિઠ્ઠલનાથજી મંદિરમાં પરંપરાગત રીતે વર્ષોથી શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો દેવપોઢી અગિયારસે વરઘોડો કાઢવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે દેવપોઢી અગિયારસના દિવસે નિકળનારો 212 મો વરઘોડો કોરોના મહામારીના કરાણે મંદિરના પરિસરમાં જ પુરો કરવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ અંગે નિર્ણય લેતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે યોજાનાર શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનના 212 વરઘોડાને મંદિરના પરિસરમાં જ પુરો કરવામાં આવશે. આ વરઘોડો આવતી કાલે એટલે કે 20 જુલાઈના રોજ મંદિર પરિસરમાં જ યોજાશે. જેની સર્વે ભાવી ભક્તો દ્વારા નોંધ લેવામાં આવે તેવું જણાવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા વરઘોડાના દર્શન કરવા અંગે પણ સુચના જાહેર કરવામાં આવી હતી. જે મુજબ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનના 212 વરઘોડાના દર્શન કરવા માટે ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. જેમાં મંદિરમાં આવનાર તમામ ભક્તોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે, સાથે જ હાથને સેનીટાઈઝ કરવા અને મંદિરમાં યોગ્ય અંતર જાળવી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ દિવસે મંદિરમાં દર્શન કરવા માટેનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ભક્તો સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં ભગવાનના દર્શન કરી શકશે. સાથે સાંજે 4 વાગ્યા થી 8 વાગ્યા દરમિયાન ભક્તો મંદિરમાં દર્શન કરવા આવી શકશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કરાણે મંદિરમાં કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud