• અકોટા સ્થિત દિન મીલ પાસેની સંજયનગર ઝૂપડપટ્ટીમાં 11 વાગ્યાની આસપાસ બની ઘટના
  • જૂના ઝઘડાની અદાવતમાં એક જ કોમનો બે જૂથો વચ્ચે તિક્ષ્ણ હથિયારો વડે કરાયો હુમલો
  • ગંભીર ઇજાગ્રસ્ત વૃદ્ધા અને યુવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા
  • હુમલો કરવામાં મહિલા પણ શામેલ હોવાનુ વિડિઓમાં સ્પષ્ટ જોઇ શકાય છે

WatchGujarat. શહેરના અકોટા વિસ્તારમાં આવેલા દિન મીલ પાસેની ઝૂપડપટ્ટીમાં આજે સવારે એક જ કોમના બે જૂથો વચ્ચે તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. દિન દહાડે તલવાર, લાકડીઓ અને પીવીસી પાઇપ વડે મારામારી કરાતા વિસ્તારમાં ચકચારી મચી જવા પામી હતી. જોકે સમગ્ર ઘટના સ્થળ પર હાજર વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. આ બનાવમાં ગંભીર રીતે ધવાયેલા વૃદ્ધ અને એક યુવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવને પગલે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, અકોટા વિસ્તારમાં આવેલી દિનેશ મીલ પાસેના સંજયનગર સ્થિત રહેતા નસરૂદ્દિન નુર મહોમંદ સૈયદ અને શાહરૂખ નસરૂદ્દિન સૈયદ પોતાના મકાન પાસે હતા. ત્યારે રફિક અને અબ્દુલ નામના યુવકે તલવાર, લાકડીઓ વડે વૃદ્ધ અને યુવાન પર હુમલો કર્યો હતો. જેથી એક જ કોમના બે જૂથો વચ્ચે તિક્ષ્ણ હથિયારો વડે હિંસક હુમલો થયો હતો. જેમાં મહિલાઓ પણ શામેલ હતી.

આ સમગ્ર ઘટનામાં નસરૂદિદન સૈયદના માથામાં તલવાર વડે હમુલો કરવામાં આવતા તેઓ લોહીમાં લથબથ થઇ ઢળી પડ્યાં હતા. જ્યારે શાહરૂખ ઉપર પણ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે આ સમગ્ર ઘટના સ્થળ પર હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. દરમિયાન સંજનગર પાસેથી બાઇક પર પસાર થઇ રહેલા કર્મી આવી પહોંચતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud