• આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી
  • બપોરે 3-30 વાગ્યાના અરસામાં ચાલતા આવેલા એક યુવકે અચાનક નદીમાં ઝંપલાવી દીધુ હતુ.
  • યુવકને શોધી કાઢવા ફાયર બ્રીગેડના લાશ્કરોએ કલાકો સુદી મહેનત કરી પણ કોઇ પત્તો ન લાગ્યો

વડોદરા. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાલ આજવા સરોવરનુ પાણી ઠલવાતા સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે આજવા સરોવરમાંથી પાણી છોડાતા હાલ વિશ્વામિત્રીની 13 ફુટે વહી રહીં છે. તેવામાં શનિવારે બપોરના સમયે અચાનક એક યુવક અગ્મય કારણોસર વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવી દેતા તંત્ર દોડતુ થયું હતુ.

આ બનાવની વિગત એવી છે કે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવરની સપાટીમાં પાણીનો વધારો થતાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર જોવા મળી રહ્યું છે. તેવામાં તંત્ર દ્વારા પુર નિયંત્રણની કામગીરી અંગે નદીની વધી રહેલી જળ સપાટી પર સતત નજર રાખવામાં આવી રહીં છે. ત્યારે શનિવારે બપોરના સમયે વિશ્વામિત્રી બ્રીજ પર ફરજ બજાવી રહેલા પુર નિયંત્રણના કર્મચારી દિનેશભાઇની નજર સામે એક ચાલતા આવી રહેલા એક યુવકે અચાનક નદીમાં ઝંપાલી દીધુ હતુ.

દિનેશભાઇની નજર સામે બનેલી આ ઘટના અંગે તેઓએ તાત્કાલીક ફાયર બ્રીગેડના જાણ કરી હતી. કંટ્રોલને આ બનાવ અંગેની વર્ધી મળતા દાંડીયા બજાર ફાયર બ્રીગેડની એક ટીમ તાત્કાલીક સ્થળ પર રવાના થઇ હતી. જ્યાં ફાયર બ્રીગેડના જવાનો દ્વારા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કુદી પડેલા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે અંદાજીત 4 કલાકની જહેમત બાદ પણ યુવકનો કોઇ પત્તો મળ્યો ન હતો. દરમિયાન અંધારૂ થઇ જતા ફાયર બ્રીગેડની કામગીરી અટકી પડી હતી. યુવકે કયા કારણોસર નદીમાં ઝંપલાવ્યુ તથા યુવકની ઓળખ અંગે હજી સુધી કોઇ જાણકારી મળી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud