• શહેરી વિસ્તાર – આજવા રોડ, વાઘોડિયા રોડ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, અલકાપુરી, જેતલપુર રોડ, સુભાનપુરા, ગોરવા, ગોત્રી, બાપોદ, અટલાદરા, અકોટા, ઓપીરોડ, તાંદલજા, તરસાલી, મકરપુરા, વડસર, દંતેશ્વર, યમુનામીલ, માંજલપુર, કપુરાઇ, ગાજરાવાડી, છાણી, એકતાનગર, સિયાબાગ, સમા, કારેલીબાગ
  • ગ્રામ્ય –  બાજવા, રણોલી, ડભોઇ, દોડકા, પાદરા, વરણામા, ગવાસદ, ઇંટોલા, સિંઘરોટ, અનગઢ, જાસપુર, ભાદરવા

WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 481 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,378 સેમ્પલમાંથી 481 કોરોના પોઝિટીવ અને 5,897 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 36,399 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 289 પહોંચ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 5,289 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,786 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 307 ઓક્સિજન પર અને 196 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 503 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 23 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 258 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 285 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 30,821 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,621 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,621 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud