• શહેરી વિસ્તાર – છાણી, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, દંતેશ્વર, વડસર, મકરપુરા, તરસાલી, અકોટા, ગોત્રી, ગોરવા, બાપોદ, આજવા રોડ, વાઘોડિયા રોડ, નવાબજાર, પાણીગેટ, કિશનવાડી, સવાદ, વારસીયા, ફતેપુરા, કારેલીબાગ, હાથીખાના, નવાયાર્ડ, સિયાબાગ, એકતાનગર, અટલાદરા, દિવાળીપુરા, અલકાપુરી
  • ગ્રામ્ય – રણોલી, ઉંડેરા, વાઘોડિયા, વેમાલી, મહાપુરા, સેવાસી, ભાયલી, બાજવા, ડભોઇ, વરણામા, ઇટોલા, શિનોર, દુમાડ

WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 545 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે વડોદરાવડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,365 સેમ્પલમાંથી 545 કોરોના પોઝિટીવ અને 5,820 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 37,436 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 08 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 302 પહોંચ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 5,654 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 5,075 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 344 ઓક્સિજન પર અને 235 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 579 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 08 સરકારી હોસ્પિટલ ખાતેથી, 31 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 308 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 347 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 31,480 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,863 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,863 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud