• વડોદરાનો દેશની ટોપ – 100 સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે
  • શહેરવાસીઓના પીવાના પાણી, રોડ – રસ્તા પર ખાડા – ટેકરા સહિત અનેક સમસ્યાઓ છે
  • વ્હીકલ પુલ જર્જરિત દિવાલ આજે સવારે પડી જવાથી રીક્ષા અને લારી ચગદાયા
  • માનવ સર્જીત બેદરકારીના કારણે જાતે રોજે રોજ કમાઇને જીવન ચલાવતા પરિવારોની આવકનું સાધન બેકાર બનવાની સ્થિતીનું નિર્માણ થયું

WatchGujarat. વડોદરા મહાનગર પાલિકાની હસ્તગત આવતી ભુતડીઝાંપા સ્થિત વ્હીકલ પુલની દિવાલ પડતા બાજુમાં રાખેલા રીક્ષા અને લારી ચગડાઇ ગયા હતા. જર્જરિત દિવાલ પડવાને કારણે કોઇ વ્યક્તિને જાનહાની થઇ ન હતી. જર્જરિત દિવાલના સમારકામની ઉપેક્ષા કરાતા માનવ સર્જીત આફત સર્જાઇ હતી.

વડોદરાનો દેશની ટોપ – 100 સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સ્માર્ટ સીટીનું નામ મળી જવાથી શહેરની સમસ્યાઓમાં ઘટાડો થતો જોવા મળતો નથી. શહેરવાસીઓના પીવાના પાણી, રોડ – રસ્તા પર ખાડા – ટેકરા સહિત અનેક સમસ્યાઓ છે. પરંતુ આ સમસ્યાઓનું કોઇ કાયમી સમાધાન મેળવવામાં સ્માર્ટ સીટીનું પાલિકા તંત્ર હજી સુધી સફળ થયું નથી. તેવા સમયે શહેરમાં માનવ સર્જીત આફતની એક ઘટના સામે આવી છે.

શહેરના ભુતડીઝાંપા સ્થિત આવેલું વ્હીકલ પુલ વડોદરા મહાનગર પાલિકાની હસ્તગત આવે છે. વ્હીકલ પુલ જર્જરિત હાલતમાં હોવાનું નજરે જોનારનું માનવું છે. આજે સવારે વ્હીકલ પુલની દિવાલ પડી ગઇ હતી. દિવાલ પડવાને કારણે બાજીમાં પાર્ક કરેલા રીક્ષા અને લારી ચગદાઇ ગયા હતા. જો કે, આ માનવ સર્જિત દુર્ઘટનામાં કોઇ જાન હાની થઇ ન હતી. પરંતુ રીક્ષા ચલાવી અને લારી ફેરવીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારોના પેટ પર પાટુ વાગ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ હતી.

દિવાલ પડવાની ઘટનાની જાણ થતા જ સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. અને મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દિવાલનો ભાગ હટાવી લીધો હતો. ફાયરની કામગીરીને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સહિત દેશ કોરોનાની મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે રોજે રોજ મહેનત કરીને કમાતા પરિવારો વધુ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યારે માનવ સર્જીત બેદરકારીના કારણે જાતે રોજે રોજ કમાઇને જીવન ચલાવતા પરિવારોની આવકનું સાધન બેકાર બનવાની સ્થિતીનું નિર્માણ થયું છે. પાલિકા તંત્ર દ્વારા દિવાલ પડવાને કારણે રોજી રોટીનું સાધન ગુમાવેલા પરિવારજનોને મદદ કરવા માટે આગળ આવવું જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud