ચુંટણી પહેલા ફી રેગ્યુલેશ કમિટીનો વાલીઓની તરફેણમાં વધુ એક નિર્ણય
વધુ ફી લેતાર સ્કુલોને દંડ પણ ફટકારાયો, કમિટીની પ્રશંશનિય કામગીરી
ઉઘાડી લુંટ ચલાવતી સ્કુલો સામે દાખલો બેસાડતી કામગીરીને પગલે અન્ય શાળા સંચાલકોમાં ફફડાટ
WatchGujarat. વડોદરા શહેરની પોદ્દાર વર્લ્ડ, પોદ્દાર ઇન્ટરનેશનલ, DPS કલાલી અને DPS હરણી સ્કૂલ સામે વડોદરાની ફી રેગ્યુલેશન કમિટી(FRC)એ લાલ આંખ કરી છે અને લેટ ફી, ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે ઉઘરાવેલા રૂ. 1.09 કરોડ રૂપિયા વાલીઓને પરત આપવાનો આદેશ કર્યો છે. તેની સાથે પોદ્દાર વર્લ્ડને બે લાખ અને પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કલને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચુંટણી પહેલા વાલીઓ તરફે એફઆરસી દ્વારા વધુ એક વખત નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
ફી રેગ્યુલેશન કમિટી(FRC) દ્વારા વધુ એક વખત વાલીઓની તરફેણમાં શહેરનીની 4 સ્કૂલો સામે કાર્યવાહી કરી છે. કમિટી દ્વારા પોદ્દાર વર્લ્ડ, પોદ્દાર ઇન્ટરનેશનલ, દિલ્હી પબ્લીક સ્કુલ(DPS) કલાલી અને દિલ્હી પબ્લીક સ્કુલ (DPS) હરણી સ્કૂલ દ્વારા વધુ વસુલવામાં આવેલી ફી વાલીઓને પરત કરવાનો ઓર્ડર કર્યો છે. પોદ્દાર વર્લ્ડ સ્કૂલે લેટ ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.23 લાખ વસુલ્યા હતા. આ રકમ પરત કરવાનો FRCએ આદેશ કર્યો છે. પોદ્દાર વર્લ્ડ સ્કૂલને રૂ 2. લાખનો દંડ કર્યો છે.
ઉપરાંત પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે છેલ્લા 3 મહિનામાં ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે રૂ. 27 લાખ વસુલ્યા હતા. જે વાલીઓને પરત કરવા આદેશ કર્યો છે અને સાથે રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. DPS કલાલી અને DPS હરણી સ્કૂલે ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 80 લાખ વસુલ્યા હતા. કમિટીએ રૂ. 80 લાખ રૂપિયા વાલીઓને પરત કરવાનો આદેશ FRCએ કર્યો છે.
ફી રેગ્યુલેશન કમિટીના નિર્ણયને પગલે વાલીઓને રૂ. 1.09 કરોડ પરત મળશે.