• બાઇક ચોર નિતિન સામે વર્ષ-2018માં સઉ પ્રથમ વાર બાઇક ચોરીનો ગુનો નોંધાયો હતો.
  • વર્ષ 2020માં અત્યાર સુધીમાં 23 બાઇકની ચોરી કરી
  • મકરપુરા પોલીસે બાઇક ચોર નિતિન સોલંકી સહીત ચોરીની બાઇક ખરીદનાર 5ની પોલીસે ધરપકડ કરી

#Vadodara - ઓર્ડર મળે એટલે બાઇક ચોરી કરતો, વડોદરાથી 25 બાઇક ચોરી કરી દારૂની હેરાફેરી કરવા માટે વેચી દેતો

WatchGujarat. શહેરમાં વાહન ચોરીના કિસ્સાઓ રોજ બેરોજ પોલીસ ચોપડી નોંધાઇ રહ્યાં છે. ત્યારે પોલીસે વાહન ચોરને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી હતી. તેવામાં બાઇક ચોરી કરતા રંગે હાથ ઝડપાયેલા શખ્સની પુછપરછ કરતા કુલ 25 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. તથા છોટાઉદેપુર ખાતેના 7 અનડીટેક્ટ પ્રોહિબીશનના ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો. બાઇક ચોરીના માસ્ટર માઇન્ડ નિતિન સોંલકી સહીત પાંચ શખ્સોની મકરપુરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#Vadodara - ઓર્ડર મળે એટલે બાઇક ચોરી કરતો, વડોદરાથી 25 બાઇક ચોરી કરી દારૂની હેરાફેરી કરવા માટે વેચી દેતો

બનાવની વિગત એમ છે કે, શહેરના તરસાલી વિશાલનગર ખાતે રહેતો નિતીન અરૂણસિંહ સોલંકી મુળ પંચમહાલના ઘોઘંબાનો નિવાસી છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં વસવાટ કરી બાઇક ચોરી કરતો હતો. નિતિન મુળ પંચમહાલનો હોવાથી છોટાઉદેપુર જિલ્લાના કેટલાક લોકો તેના સંપર્કમાં હતા. જેથી છોટાઉદેપુર જિલ્લામાં દારૂની હેરાફેરી કરવા માટે વાહનોની જરૂર પડતી હતી. અને તે માટે નિતિનને બાઇક ચોરી કરવાનો ઓર્ડર આપતા હતા. જરૂરીયાત પ્રમાણે બાઇકની માંગણી કરવામાં આવતી હતી.

બાઇક ચોરી કર્યા પછી 10 – 15 હજારમાં બાઇક વેચી દેવામાં આવતી હતી. છેલ્લા 1 વર્ષમાં 22 બાઇક તથા છોટાઉદેપુર જિલ્લામાંથી એક બાઇક, તેમજ 2018 માં પણ ચોરી કરી હતી. નિતિને પ્રથમ ચોરી હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરી હતી. વર્ષ 2020 માં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 22 બાઇકની ચોરી કરી હતી.

તેવામાં 26 ડિસેમ્બરના રોજ તરસાલી રીંગ રોડ પરથી મકરપુરા પોલીસે નિતિનને રંગેહાથ પકડી લીધો હતો. તેની પુછપરછ દરમિયાન 25 બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ ચોરીની બાઇક ખરીદનાર ચાર લોકોના નામ પોલીસ તપાસમાં ખુલ્યા હતા. પોલીસ પુછપરછમાં ઉદેસિંગ રમેશભાઇ રાઠવા, તરજુ રાઠવા, સરતન ઉર્ફે લાલુ રાઠવા. ઉદેસિંગ તેરસિંગ રાઠવાના નામો બહાર આવતા પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં છોટાઉદેપુર ખાતે નોંધાયેલા પ્રોહીબીશનના 7 અનડિટેક્ટેડ ગુનાઓ મળી કુલ 32 ગુનાઓ ઉકેલવામાં આવ્યા હતા.

More #બાઇક #Vehicle #theft #illegal #liquor #bootlegging #racket #busted #Vadodara news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud