• સ્થાનિકોના મતે સોનારકુઇ ગામને પાલિકામાં સમાવવામાં આવ્યું હોવાના બોર્ડ લગાડવામાં આવ્યા
  • પાલિકામાં સમાવવા અંગે સ્થાનિકોને અંધારામાં રાખ્યા હોવાથી રોષની લાગણી વ્યાપી
  • સ્થાનિક તંત્ર વધુ મતદાન થાય તે માટે સક્રિય તો બીજી તરફ લોકો ચુંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે

WatchGujarat. વડોદરા નજીક આવેલા સોનારકુઇ ગામને પાલિકામાં સમાવાતા સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. અને પાલિકામાં સમાવાતા પહેલા સ્થાનિકોને આ અંગે કોઇ જાણ કરવામાં આવી ન હોવાને કારણે ચુંટણી ટાણે મતદાન બહિષ્કારના પોસ્ટર ગામમાં લગાડવામાં આવ્યા હતા. રોષેભરાયેલા સ્થાનિકોએ આ મામલે નિવેડો નહિ આવ્યો ત્યાં સુધી તમામ ચુંટણીઓમાં મતદાન બહિષ્કારની ચિંમકી ઉચ્ચારી હતી.

વડોદરાથી ગોત્રી થઇ સિંઘરોટ જવાના રસ્તે સોનારકુઇ ગામ આવે છે. સ્થાનિકોના મતે સોનારકુઇ ગામને પાલિકામાં સમાવવામાં આવ્યું હોવાના બોર્ડ લગાડવામાં આવ્યા હતા. પાલિકામાં સમાવવા મામલે સ્થાનિકો સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. અને બોર્ડ લગાડી દેવામાં આવ્યા હા. જેને લઇને સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી હતી. ચુંટણી ટાણે પોતાનો અવાજ બુલંદ કરવા માટે સ્થાનિકોએ સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા – તાલુકા પંચાયતની ચુંટણીનો વિરોધ કર્યો હતો.

સ્થાનિકોએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે તો ગ્રામપંચાયત જ જોઇએ છે. અમારે પાલિકામાં સમાવવું નથી. અને અમને પાલિકામાં સમાવાતા પહેલા કોઇ પણ પ્રકારે અમને જાણ કરવામાં આવી નથી. જ્યાં સુધી અમારી સમસ્યાનું સમાધાન નહિ આવે ત્યાં સુધી અમે કોઇ પણ ચુંટણીમાં મતદાન નહિ કરીએ.

ગ્રામજનોએ વિરોધ કરવાની સાથે ગામમાં પ્રવેશ દ્વારા સહિતની જગ્યાઓ પર કોઇ પણ પક્ષના લોકોએ પ્રવેશવું નહિ તેવા બેનરો પણ માર્યા હતા. અને ગ્રામજનો દ્વારા એક મત થઇને ગ્રામ પંચાયતની માંગણી કરવામાં આવી રહી છે.

આમ,ચુંટણી ટાણે પોતાના વિસ્તારની સમસ્યાઓને રાજનેતાઓ સુધી પહોંચાડવા માટે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ચુંટણી ટાણે એક તરફ સ્થાનિક વહીવટી તંત્ર મતદાન વધુ થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. તો બીજી તરફ વહીવટી તંત્રની ચુંટાયેલી પાંખથી નારાજ સ્થાનિકો ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud