• યુવાને ઉતારેલા અંતિમ વિડિયોમાં આત્મહત્યા માટે પત્નીને જવાબદાર ગણાવી
  • પત્ની રિસાઈને તેના પિયર નસવાડીના છકતર ઉમરવા ગામમાં જતી રહી હતી
  • પત્ની ઘરે પરત ન આવતાં ઝેર ગામમાં પતિએ ઝેર પીને વિડિયો વાયરલ કર્યો

WatchGujarat. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં પત્ની સાથેના ઝઘડાઓથી કંટાળીને ઝેર પીને આપઘાત કરતા પહેલા વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો હતો. ત્યાર બાદ આપઘાત કર્યો હતો. યુવકના મોત બાદ વિડીયો વાઇરલ થયો હતો. સમગ્રા મામલે મૃતકના પિતાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજયભાઈ શાંતિલાલ રાઠવા કાઠિયાવાડ મજૂરી કામ કરતા હતા, ત્યારે તેમની પત્ની રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવામાં આવી ગઈ હતી. રીસાયેલી પત્નીને પરત લાવવા માટે જતા પિયરીયાઓએ યુવાનને માર્યો હતો. આખરે કંટાળીને યુવકે અંતિમ પગલું ભર્યું હતું.

વાઇરલ વિડિયોમાં વિજયે પત્ની સામે કાર્યવાહી કરવાની માંગ કરી

વિજયભાઇના બે સંતાન છે, જેમાં 4 વર્ષની પુત્રી એંજલ અને દોઢ વર્ષનો પુત્ર સ્વરજકુમાર છે, ત્યારે વિજયભાઈ પોતાની પત્નીને તેડવા પત્નીના પિયરમાં ગયા હતા, પરંતુ, તેમની પત્ની આવી નહોતી અને વિજયભાઈને માર માર્યો હતો. વિડિયોમાં યુવાને જણાવ્યું હતું કે, મારી સાથે પત્નીએ દગો કર્યો છે, એટલે હું આત્મહત્યા કરું છું, અને મારું આત્મહત્યા કરવાનું કારણ ફક્તને ફક્ત મારી ઘરવાળી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવું આત્મહત્યા કર્યાં પહેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

પિતાની અરજીને આધારે પોલીસે તપાસ શરૂ કરી

ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક વિજયભાઈના પિતા શાંતિલાલ રણછોડભાઇ રાઠવા નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી. હવે નસવાડી પોલીસ આગળની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે હાલ તો બે બાળકો પરથી પિતાનો સહારો ઉઠી ગયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud