સરકારની કોવિડ ગાઇડલાઇન મૂજબ માસ્ક પહેરવુ ફરજીયાત છે જે લોકો ખુબ સારી રીતે જાણે છે અને તેને અનુસરી રહ્યાં છે.
માસ્ક દંડના નામે સરકારની તિજારો ભરવામાં આવી રહી હોવાના અનેક આક્ષેપો લાંબા સમયથી થઇ રહ્યાં છે.
સ્હેજ નાકથી નિચે માસ્ક હોય એટલે પોલીસ તાત્કાલીક રૂ. 1000નો દંડ વસુલી લે છે.
માસ્ક દંડ બાબતે રાજ્યમાં પોલીસ અને પ્રજા વચ્ચે રોજ ધર્ષણ થાય છે, જેનો અંત લાવવો હવે જરૂરી છે.
ચિંતન શ્રીપાલી. CM વિજય રૂપાણી તમે પ્રજાની વચ્ચે રહેનારા અને તમારી પ્રજાને પડતી પીડાઓને ખુબ સારી રીતે સમજનારા વ્યક્તિ છો. કોઇ તમારી પાસે ફરીયાદ લઇને આવે ત્યારે તમે તેને ધ્યાનથી સાંભળો છો અને કઇ રીતે વહેલી તકે તેનુ નિરાકરણ આવે તે દિશામાં કામ પણ કરો છો. તમારી સંવેદનશીલ સરકાર પ્રજા હીતમાં ચોક્કસ પણે કામ કરે છે તે વાતથી કેટલીક હદે હું પણ સમ્મત છું. પરંતુ કોરોના કાળમાં પ્રજા દંડના નામે આજે જે મુશ્કેલી ભોગવી રહી છે, તે કેમ તમને દેખાતુ નથી. માસ્ક દંડના નામે જે રીતે રૂ. 1000 નો દંડ વસુલાય છે, રૂપાણી સાહેબ તે કેટલી હદે યોગ્ય લાગે છે તમને ? માસ્ક દંડના નામે જે રીતે પોલીસ ટાર્ગેટ પુરુ કરવા દંડ વસુલી રહી છે. તેની સામે પ્રજામાં ભારે રોષ ભભુકી રહ્યો છે. અને પ્રજાના રોષનો ભોગ હવે પોલીસ કર્મીઓ બની રહ્યાં છે. આ બાબતે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ અગાઉ અવાજ ઉઠાવી ચુક્યા છે.
કોરોના વાઇરસે જ્યારથી ભારતમાં દેખા દીધી છે. ત્યારથી લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ છે. લોકડાઉન દરમિયાન લોકોના ધંધા રોજગાર તો ઠપ થયા છે, સાથે સાથે નોકરિયાત વર્ગને મોટો ફટકો પડ્યો છે. કંપની / ઇન્ડસ્ટ્રીઝ ઠપ થતાં અનેક લોકો બેરોજગાર પણ થયા છે. ગત ઓગષ્ટ મહિનામાં માસ્ક દંડની રકમ રૂ. 500 હતી. આ સમયે માસ્ક દંડની વસુલી એટલી કડકાઇથી કરવામાં આવતી ન હતી. આ સમયે પોલીસ પણ થોડી ઢીલાશ રાખી તેમની ફરજ બજાવતી અને જો માસ્ક થોડુ નિચે હોય તે વ્યક્તિને સમજ આપતી જોવા મળતી હતી.
https://youtu.be/DgStuoualac
સમયની સાથે રૂપાણી સાહેબ તમે દંડની રકમ બમણી રૂ. 1000 નક્કી કરી, તેની સામે પણ કોઇને વાંધો ન હતો. પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ ટુ-વ્હિલર પર જતુ હોય ત્યારે કદાચ પવનના કારણે અથવા અન્ય કોઇ કારણોસર માસ્ક થોડુ પણ નાકથી નિચે ઉતરે અને પોલીસની નજરે પડે એટલે તે વ્યક્તિ દંડાય છે. શરૂઆતમાં માસ્ક નહોતુ પહેર્યું એટલે દંડ કર્યો તે વાતથી લોકો સહેમત હતા. પરંતુ હવે પરિસ્થિતિ એવી સર્જાઇ છે, જાણે પોલીસને સરકાર તરફથી ચોક્કસ દંડની રકમ વસુલવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હોય તે રીતે રસ્તા ઉપર ઉભા રહીં રૂ. 1000ના દંડની વસુલાત કરી રહી છે.
કાર અથવા ટુ-વ્હિલર ચાલકનુ માસ્ક થોડુ પણ નિચે રહીં જાય તે દ્રશ્યો CCTV કેમેરા કરતા પણ ઝડપથી રસ્તા પર ઉભેલી પોલીસના નજરે ચઢી જાય છે. કોવિડ અંગેની સરકારની ગાઇડલાઇન ગુજરાતની પ્રજાને સમજમાં નથી આવતી તેવુ નથી સરકારના નિયમો અને કોવિડની ગાઇડલાઇનનુ દરેક વ્યક્તિ આદર પૂર્વક પાલન કરી રહ્યો છે. કોરોના સામેનુ રક્ષણ હાલ તો માસ્ક જ છે, તે પણ તમારી પ્રજા ખુબ સારી રીતે જાણે છે. જેથી મોટાભાગની પ્રજા માસ્ક પહેરીને બહાર નિકળે છે. #CM વિજય રૂપાણી
આવા સંજોગો છેલ્લા ઘણા સમયથી માસ્ક દંડની ઉઘરાણી કરતા પોલીસ કર્મી અને પ્રજા વચ્ચે રકઝક થયાના સેંકડો કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જે બાબતથી કદાચ તમે પણ સારી રીતે વાકેફ હશો તેવુ મારૂ માનવુ છે. સંવદેનશીલ સરકારના જ કેટલાક નેતાઓએ માસ્ક દંડ બાબતે તમને લેખીત પત્રો લખી માસ્ક દંડ બાબતે રજૂઆત પણ કરી છે. જ્યારે વિપક્ષ દ્વારા પણ આ બાબતે તમને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ મુદ્દે હજી સુધી તમે કોઇ પગલા લીધા નથી તે વાત આશ્ચર્ય પામવા જેવી છે. #CM વિજય રૂપાણી
રૂ.. 1000નો માસ્ક દંડ વસુલવા સામે હવે પ્રજામાં ભારે રોષ ભભુકી રહ્યો છે. પ્રજા સરકાર સામે તો રોષ ઠાલવી શકતી નથી, જેથી આ રોષ હવે પોલીસ કર્મીઓ ઉપર નિકળી રહ્યો છે. જે તમે આ વાઇરલ વિડિઓમાં જોઇ શકો છો. આશા રાખુ છું મારો આ પત્ર તમને મળે અને આ બાબતે સંવેદનશીલ સરકાર પ્રજા અને પોલીસ કર્મીઓના હીતમાં યોગ્ય પગલા લે.#CM વિજય રૂપાણી
પોલીસ પ્રજાની સુખાકારી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે છે. કોઇ પણ સ્થિતીમાં ફર્સ્ટ રીસ્પોન્ડન્ટ તરીકે પોલીસ ફરજ બજાવે છે. અને તેની કામગીરીને લઇને અનેકો વખત લખલુટ વાહવાહી પણ મળી છે. પરંતુ માસ્ક દંડને લઇને પોલીસ ટાર્ગેટ સાથે કામ કરી રહી હોવાની માન્યતા લોકોમાં ફીટ થઇ ગઇ છે. જો તેને સમયસર દુર કરવામાં નહિ આવે તો પ્રજા અને પોલીસ એકબીજાના મિત્ર નહિ પરંતુ શત્રુ બની જાય તેવી પરિસ્થીતીનું નિર્માણ થવા જઇ રહ્યું છે. #CM વિજય રૂપાણી
More #CM વિજય રૂપાણી #Viral #video #of police #man #without #mask #verbal #fight #for #penalty #Vadodara News #Watchgujarat