શહેરીજનો પર પોલીસ દ્વારા માસ્ક દંડ વસુલવા સમયે કરવામાં આવતા વર્તનની ઝાંખી કરાવતો વિડીયો વાઇરલ થયો હતો
ગતરોજ watchgujarat.com દ્વારા સૌ પ્રથમ વખત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો
વાઇરલ વિડીયોમાં જોવા મળેલા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ ગોવિંદભાઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
Watchgujarat. ગતરોજ watchgujarat.com દ્વારા સૌ પ્રથમ વખત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરની ચાલુ બાઇક ઉપર ફોન પર વાત કરી રહ્યો હતો. અને તેને માસ્ક ન હતું પહેર્યું જેને કારણે પાછળથી આવતા યુવકોએ તેમને રોકીને માસ્ક દંડ ભરપાઇ કરવા જણાવ્યું હતું. શહેરીજનો પર પોલીસ દ્વારા માસ્ક દંડ વસુલવા સમયે કરવામાં આવતા વર્તનની ઝાંખી કરાવતો વિડીયો વાઇરલ થયો હતો. ઘટના પ્રકાશમાં આવ્યાની સાંજે વાઇરલ વિડીયોમાં જોવા મળેલા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ ગોવિંદભાઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વાંચો - #Vadodara - રૂપાણી સાહેબ માસ્ક દંડમાં હવે થોડી ઢીલાશ કરો, બાકી પ્રજા અને પોલીસ દુશ્મન બની જશે, જુઓ VIDEO
કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકમાં પોલીસ દ્વારા કોરોના વોરીયર્સ તરીકે તબિબો જેવી જ મહત્વની ભુમિકા ભજવવામાં આવી હતી. અનલોકમાં ધીમે ધીમે નિયમો હળવા થતાની સાથે સરકાર દ્વારા માસ્ક પહેરીને બહાર નિકળવું ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું. અને જો કોઇ માસ્ક વગર જોવા મળે તો તેની પાસેથી દંડ પેટે રૂ. 1000 વસુલવાનો નિયમ લાદી દેવામાં આવ્યો છે. માસ્ક દંડ વસુલવાની કામગીરી હાલ પોલીસ ટારગેટ પુરો કરવા માટે ચુસ્ત પણે કરી રહી હોવાના આક્ષેપ પોલીસ પર સમગ્ર રાજ્યમાં લગી રહ્યા છે. પોલીસ દ્વારા રસ્તા પર ઘેરો ઘાલીને માસ્ક ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે તેવું પણ નથી કે શહેરમાં બનતા ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયો હોય. રાત્રી કર્ફ્યુ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો અને મકાનોના તાળા તુટ્યા છે. દુકાનોમાંથી કાપડ, રોકડ તથા ઘર નજીકથી બાઇક ઉઠાવતા ચોર સીસીટીવીમાં કેદ થયા છે. પરંતુ પોલીસ દ્વારા માત્ર માસ્ક દંડની કામગીરીમાં જોતરાયેલી હોય તેવો આભાસ થઇ રહ્યો છે.
વડોદરામાં ગતરોજ એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં પોલીસ કર્મી ખાખી ડ્રેસ અને કેપમાં ચાલુ બાઇક ઉપર મોબાઇલ પર વાત કરતો જઇ રહ્યો હતો. તેણે માસ્ક ન હતું પહેર્યું. આ વાતનું ધ્યાન પોલીસ કર્મી બાઇકની પાછળથી આવતા યુવાનોને થતા તેમણે વિડીયો ચાલુ કરી દીધો હતો. અને જેમ પોલીસ કર્મીઓ સામાન્ય શહેરીજનો પાસેથી માસ્ક દંડ વસુલતી વખતે વર્તન કરે છે તેમ કરવાનું શરૂ કરી દીધું હતું. વિડીયોમાં પોલીસ કર્મી હું માસ્ક ઘરે લેવા જાઉં છું. કેમેરો બંધ કરી દો તેવી આજીજી કરે છે. તથા એક તબક્કે કેમેરો ઝુંટવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ કોઇ પણ યુક્તિ કામ ન લાગતા મોઢું સંતાડે છે. સામાન્ય દિવસોમાં માસ્ક દંડ મામલે નાગરીકો પોલીસ સામે આજીજી કરવા સિવાય કંઇ નથી કરી શકતા. આખરે યુવક તેની બાઇક પાછળ બેસીને ચાલ પોલીસ સ્ટેશન કહીને લઇ જાય છે.
સમગ્ર મામલે નવનિયુક્ત પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે, બાઇક પર માસ્ક અને હેલમેટ વગર તેમજ બાઇક પર નંબર પ્લેટ ન હોવાની સાથે ચાલુ બાઇક પર મોબાઇલ પર વાત કરતા કર્મી હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ ગોવિદભાઇ છે. અને તેઓ બાપોદ નહિં પરંતુ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું. વાઇરલ થયેલા વિડીયો બાબતે હેડ કોન્સ્ટેબલ પાસે ખુલાસો મેળવી ઉપલા અધિકારીને રિપોર્ટ કરતા ગણતરીના કલાકોમાં જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.