• તાજેતરમાં પાલિકા દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું હતું
  • બજેટમાં ચાર માસ અગાઉ ખાત મુહુર્ત કરાયેલા પ્રોજેક્ટને પુન આયોજનમાં સમાવાયો
  • બજેટમાં કામોની યાદીમાં આ કામ હિસાબી શાખાને મોકલાયું હતું – કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા

WatchGujarat. વિકાસ ના નામે સત્તાપક્ષને રાજ્યભરમાં પાલિકાથી પંચાયત સુધીમાં ભારે સફળતા મળી હતી. તાજેતરમાં રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી પાલિકા દ્વારા બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરામાં બજેટમાં રજુ કરવામાં આવેલા આયોજનોમાં 4 મહિના પહેલા મુહુર્ત કરવામાં આવેલા પ્રોજેક્ટને સમાવવામાં આવ્યો હતો. જેને કારણે પાલિકા તંત્રનું ભોપળું બહાર આવ્યું હતું.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, અટલાદરા કલાલી રોડ પર ઇડબ્લ્યુએસના 1900 આવાસો અને 81 દુકાનો બનાવવા 4 મહિના અગાઉ પાલિકાના બોર્ડે ઇ ખાત મુહૂર્ત કર્યું હતું. પણ તે જ કામોને વર્ષ 2021-22ના બજેટમાં વડોદરાના આયોજનોમાં ગણાવ્યું છે. પાલિકાના ગત બોર્ડની મુદત પુરી થઈ તેના એક મહિના પહેલા અટલાદરા કલાલી રોડના રેવન્યુ સર્વે નંબર 585 પૈકી ઇડબ્લ્યુએસ-2 પ્રકારના 1900 મકાનો અને 81 દુકાનો બનાવવા નવેમ્બરમાં ખાતમુહૂર્ત કરાયું હતું.

જેના માટે 19 ઓક્ટોબર, 2020ના રોજ વર્ક ઓર્ડર આપી દીધો હતો. હાલમાં કમ્પાઉન્ડ વોલ પણ બાંધી દેવાઈ છે અને કામકાજ ચાલી રહ્યું છે. આ આવાસોનું કામ મ્યુ.કમિશનર દ્વારા 2021-22ના બજેટમાં વિકાસના પંથે અગ્રેસર વડોદરાના આયોજનોમાં નં.1 પર મૂક્યું હતું અને સ્થાયીએ પણ બહાલી આપી હતી. કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બજેટમાં કામોની યાદીમાં આ કામ હિસાબી શાખાને મોકલાયું હતું પણ તેનો ઉલ્લેખ નવા કામ તરીકે કર્યો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા તાજેતરમાં બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિકાસના કામે તથા લોકોને લગતા પ્રશ્ને અનેક દરખાસ્ત મુકવામાં આવી હતી. તમામ મુદ્દાઓ વચ્ચે પહેલા અટલાદરા કલાલી રોડના રેવન્યુ સર્વે નંબર 585 પૈકી ઇડબ્લ્યુએસ-2 પ્રકારના 1900 મકાનો અને 81 દુકાનો બનાવવાની વાતે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ચાર મહિના પહેલા ખાત મુહુર્ત થયેલા પ્રોજેક્ટને ફરી એક વખત આયોજનમાં સમાવાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud