• શહેરી વિસ્તાર – પાણીગેટ, માંડવી, કિશનવાડી, રામદેવનગર, સુદામાપુરી, વારસીયા, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, સમા, ચાણક્યપુરી, શિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, વાઘોડિયા રોડ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા, દિવાળીપુરા
  • ગ્રામ્ય – ઉંડેરા, સયાજીપુરા, વિરોદ, રામપુરા, વરણામા, ઇટોલા, પોર, બાજવા, સોખડા, કરજટ, માડોઘર, ગોરજ, રણોલી, પાદરા અર્બન, ડભોઇ અર્બન, કરજણ અર્બન

WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 391 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.

કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપોને પગલે છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓનાં આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. ડો. વિનોદ રાવનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત તંત્ર દ્વારા જે રીતે છેલ્લાં 3 દિવસથી 300થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો જાહેર કરવામાં આવે છે એ જોતાં આગામી એકાદ સપ્તાહમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 500થી વધુ  પહોંચેતો નવાઈ નહીં.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,368 સેમ્પલમાંથી 391 કોરોના પોઝિટીવ અને 5,247 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 28,389 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 250પહોંચ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,777 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,494 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 177 ઓક્સિજન પર અને 106 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 285 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 12 સરકારી હોસ્પિટલ ખાતેથી, 19 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 154 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 185 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 26,362 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 6,328 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 6,328 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud