• શહેરી વિસ્તાર – પ્રતાપનગર, દંતેશ્વર, ગોરવા, અટલાદરા, નિઝામપુરા, તરસાલી, શિયાબાગ, રાજમહલ રોડ, વડસર, સમા, અકોટા, કારેલીબાગ, જેતલપુર, વાડી, યમુનામીલ, માણેજા, રાવપુરા, કિશનવાડી, માંજલપુર, નાગરવાડા, હરણી, છાણી, સુભાનપુરા, ઓપીરોડ, અલકાપુરી, આજવા રોડ, નવાપુરા
  • ગ્રામ્ય – વાઘોડિયા, લીમડા, પાદરા, સાવલી, કરજણ, ડભોઇ, કોયલી, દોડકા, રણોલી, સેવાસી, વેમાર, સાઘી, પદમલા, અનગઢ, કરોડિયા, ફાજલપુર, આસોજ, વેમાલી, દુમાડ, ભાયલી, રતનપુર, વડદલા, સયાજીપુરા, કણધા, બીલ, ખટંબા, મારેઠા, સેવાસી, શેરખી, ઇંટોલા, અંકોડિયા, પોર, ઉંડેરા, છત્રાલ, દશરથ

WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 854 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 9,929 સેમ્પલમાંથી 854 કોરોના પોઝિટીવ અને 9,073 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 44,065 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 08 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 375 પહોંચ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 7,906 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 7,031 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 531 ઓક્સિજન પર અને 344 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 875 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 80 સરકારી હોસ્પિટલ ખાતેથી, 99 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 389 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 568 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 35,784 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 10,663 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 10,663 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud